• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મામલતદારને ઓનલાઇન ફોર્મ સબમીટ કરવા માટેના IRO સોફ્ટવેરની તાલીમ

મામલતદારને ઓનલાઇન ફોર્મ સબમીટ કરવા માટેના IRO સોફ્ટવેરની તાલીમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી લોકસભાની ચૂંટણીને લઇને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લાઓમાં મતદાર યાદી સુધારણા અંતર્ગત તાલીમોનું આયોજન કરાયું છે. જેને લઇ આજે અરવલ્લી-ગાંધીનગર, સાાબરકાંઠા અને મહિસાગર જિલ્લાના 60 જેટલા નાયબ મામલતદારોને મોડાસાની સરકારી ઇજનેરી કોલેજમાં ગાંધીનગરના એડિશનલ કલેક્ટરની ઉપસ્થિતમાં ઓનલાઇન ફોર્મ સબમીટ કરવા માટે ઇઆરઓ નામનું નવું સોફ્ટવેરની તાલીમ આપી આગામી લોકસભાની ચૂંટણીની કામગીરી માટે માહિતગાર કરાશે.

ચૂ઼ંટણી આયોગ દ્વારા ઓનલાઇન ફોર્મ સબમીટ કરવા માટે ઇઆરઓ નામનું નવું સોફ્ટવેર તૈયાર કરાયું છે. આ સોફ્ટવેર દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે 6 નંબરનું ફોર્મ નામ કમી માટે-7 નંબર, સુધારા-વધારા કરાવવા માટે 8 નંબરનું ફોર્મ તેમજ વિધાનસભાની ચૂંટણીમાં નામ કમી કે નામનો ઉમેરો કરવા માટે 8(ક) નામનું ફોર્મ ભરાશે.

આ ફોર્મ મતદારો દ્વારા કચેરીએ રજૂ કર્યા બાદ કચેરીના કર્મીઓ દ્વારા ઇઆરઓ સોફ્ટવેરની મદદથી ભરવામાં આવશે. ઇઆરઓ નેટ સોફ્ટવેર ભારતભરમાં સૌ પ્રથમવાર લોન્ચ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...