તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાના રાજલીમાં સગીરાને સુરપુરાનો યુવાન ભગાડી ગયો

મોડાસાના રાજલીમાં સગીરાને સુરપુરાનો યુવાન ભગાડી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાની મરડીયા હાઇસ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતી રાજલીની સગીરા મોડાસાના સુરપુરના ડુંગરી ફળિયામાં રહેતા અને મરડીયા હાઇસ્કૂલમાં અગાઉ અભ્યાસ કરતા સુરેશ મકવાણાના પરિચયમાં આવી હતી. આ શખ્સ અવારનવાર બાઇક લઇને આંટાફેરા મારતો હતો. તેથી સગીરાના પરિવારજનોએ તેને વારંવાર આંટાફેરા મારતો જોયો હતો.

17 જૂનને રવિવારે શખ્સ ગામમાં આવ્યો હતો. સગીરાનું પરિવાર પણ દૂધ દોહવા માટે વહેલું ઉઠી ગયું હતું. ત્યારે સગીરા ગામની સીમમાં કુદરતી હાજતે ગઇ હતી. ત્યારબાદ અડધો કલાક વિતવા છતાં તે ઘરે પરત ન ફરતાં તેના પિતા શોધવા નિકળ્યા હતા. ત્યારે સુરપુરનો શખ્સ સગીરાને લગ્ન કરવાના ઇરાદાથી લઇ ભાગી છૂટ્યો હતો. જોકે, સગીરાના પરિવારજનોએ સગા સંબંધીઓને ત્યાં તેમજ અન્ય જગ્યાએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ ક્યાંય તેનો પત્તો ન લાગતાં સગીરાના પિતાએ ભગાડી જનાર સુરપુરના સુરેશ ભાથીભાઇ વિરુુદ્ધ 12 દિવસ બકાદ ફરિયાદ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ પી.અેસ.આઇ પી.આર.જાડેજાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...