મોડાસાની વિવેકાનંદ સોસા.માં હાઇવોલ્ટેજના કારણે ઉપકરણો ખાખ
મોડાસાની વિવેકાનંદ સોસાયટીમાં અચાનક વીજ પ્રવાહ હાઇવેલ્ટેજ થઈ જતાં સાત જેટલા મકાનોમાં વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા. અચાનક ઘરમાં ધુમાડાના ગોટે ગોટા નીકળવાની સાથે ધડાકાનો અવાજ થતાં સોસાયટીના રહીશો ફફડી ઉઠયા હતા અને મકાનની બહાર દોડી ગયા હતા. જોકે, વીજ પ્રવાહ વધી જવાના કારણે અને લો વોલ્ટેજનો પોબ્લેમ ઉભો થતાં રહિશો મકાનની મેઈન સ્વીચ બંધ કરી દેતા તેમના વીજ ઉપકરણો બચી ગયા હતા. યુ.જી.વી.સી.એલ ને લેખિતમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું હતું.