તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • સ્વાતંત્રય દિન પર્વ : અરવલ્લી જીલ્લા કક્ષાનો ધ્વજવંદન ધનસુરામાં ઉજવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાતંત્રય દિન પર્વ : અરવલ્લી જીલ્લા કક્ષાનો ધ્વજવંદન ધનસુરામાં ઉજવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | મોડાસા, ધનસુરા

70માસ્વાતંત્રય પર્વની ઉજવણી નિમિત્તે અરવલ્લી જીલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ રાજય વિધાનસભાના અધ્યક્ષ પરબતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ધનસુરા ખાતે ઉજવવામાં આવનાર હોઇ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. જીલ્લા કલેકટર શાલીની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સોમવારે સવારે 9 કલાકે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં જીલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાશે. જયારે મોડાસા તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ તાલુકાની કઉ પ્રાથમિક શાળાના પટાંગણમાં નાયબ કલેકટર આનંદ આચાર્યના અધ્યક્ષ સ્થાને સવારે 9.05 કલાકે યોજાનાર છે.

સ્વાતંત્રય દિનની પૂર્વ સંધ્યાએ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લામાં ત્રિરંગા યાત્રા-યાદ કરો કુરબાની ના આયોજન ના ભાગરૂપે રવિવારને સાંજે 5.30 કલાકે મોડાસા હાઇસ્કુલમાંથી સન્માનભેર રાષ્ટ્ર ધ્વજની યાત્રા યોજાશે. શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલથી યોજાનાર યાત્રા 6.30 કલાકે કોલેજ કેમ્પસમાં પૂર્ણ કરાશે. ત્રિરંગા યાત્રામાં 140 બાઇક સવાર, એનસીસીના પ્રતિનિધિઓ જોડાશે.

મોડાસામાં કયાં-કયાં યોજાશે ધ્વજવંદન

સંસ્થા સ્થળ

1.મોડાસા માર્કેટયાર્ડ માર્કેટયાર્ડ-કચેરી(કોલેજ રોડ)

2.અરવલ્લી જીલ્લા પંચાયત દ્વારા પંચાયત કચેરીના પંટાગણમાં

3. પ્રાર્થના ગ્લોબલ વિદ્યાલય પ્રાર્થના ગ્લોબલ વિદ્યાલય (મદાપુર)

4.મોડાસા નગરપાલીકા પાલિકા શોપીંગ સેન્ટર વોર્ડ

5. શ્રી સરસ્વતી બાલમંદિર મંડળ ડીપ શાખા (મોડાસા)

6 .મ.લા.ગાંધી ઉ.કે.મંડળ કોલેજ કેમ્પસ-મોડાસા

7. મોડાસા કેળવણી મંડળ મોડાસા હાઇસ્કુલના મેદાનમાં

8. લાયન્સ પરિવાર બહેરા મુંગા પ્રા.શાળા

(સહિતવિવિધ સંસ્થાઓ,શાળાઓ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો