તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • શામળાજીને તાલુકો જાહેર કરો, ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર બનાવો

શામળાજીને તાલુકો જાહેર કરો, ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર બનાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડામાંયોજાયેલા મોડાસા પ્રાંત કક્ષાના પ્રગતિ સેતુ કાર્યક્રમમાં તાલુકાના 46 ગામોની 133 અરજીઓ પૈકી 97નો સ્થળ પર નિકાલ કરાયો હતો. પ્રસંગે હાજર ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાઅે શામળાજીને તાલુકો જાહેર કરવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર બનાવવા માંગ કરી હતી.

અંગે મામલતદાર જી.કે. પટેલ તથા ટીડીઓ રાકેભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યના વહીવટમાં પારદર્શિકા વધે તેમજ પ્રજાની સામુહિક રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ભિલોડામાં મોડાસા પ્રાંત કક્ષાનો પ્રગતિ સેતુ કાર્યક્રમ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વિશાલ ગુપ્તા, નિવાસી કલેક્ટર ચિરાગ ચાવડા, આનંદકુમાર આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી, આરાધના સાહુ સહિતની ઉપસ્થિતિમાં ભિલોડાના પ્રેરણા મંદિર ખાતે યોજાયો હતો. જેમાં રસ્તા, વીજળી, પાણી, જમીન, કોઝવે, રેશનકાર્ડ, ટ્રાફિક સમસ્યા, જંગલ જમીન, પ્રોટેક્શન દીવાલ સહિતની 133 પૈકી 87 અરજીઓનો જે-તે ખાતાના અધિકારીઓની હાજરીમાં નિકાલ કરાયો હતો. ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાઅે જણાવ્યુ કે, ભિલોડામાં આદિવાસી વસતી વધુ હોઇ કામકાજ માટે મોડાસા જવું પડે છે, જેથી તેનો ખર્ચ વધુ પડે છે. તથા ફિક્સ પગારદારોને પૂરા પગારમાં સમાવવા સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું હતું.

ભિલોડામાં પ્રગતિ સેતુ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...