તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • સરડોઇમાં સેવાસેતુ કાર્યક્રમમાં લોકોને યોજનાના લાભ અપાયા

સરડોઇમાં સેવાસેતુ કાર્યક્રમમાં લોકોને યોજનાના લાભ અપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાતાલુકાના સરડોઇ ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સાત ગ્રામ પંચાયત અને બાર રેવન્યુ વિસ્તારના ગામોના અરજદારો જોડાયા હતા.

પંચાયત- રેવન્યુ, આરોગ્ય, મહેસુલ, સમાજ કલ્યાણ, પાણી પુરવઠા, સિંચાઇ, રોડ અને બીલડીંગ, સમાજ સુરક્ષા વગેરે વિભાગોના પ્રશ્નોનો સ્થળ ઉપર નીકાલ કરાયો હતો. નાયબ કલેકટર રીટાબેન એન.પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ મહામંત્રી શામળભાઇ પટેલ, ખરીદ વેચાણ સંઘના ચેરમેન પી.પી.પટેલ, સરપંચ જયદત્તસિંહ પુવાર, યશપાલસિંહ પુવાર, ચિરાગગીરી ગોસ્વામી વગેરેએ સરકારની યોજનાઓના લાભ સહાયતા અંગે માર્ગદર્શન અરજદારોને આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...