તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • રમાણાથી ધનસુરા જતાં માતા પુત્રને નીલગાય આડી ઉતરતા ગંભીર ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રમાણાથી ધનસુરા જતાં માતા-પુત્રને નીલગાય આડી ઉતરતા ગંભીર ઇજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધનસુરાતાલુકાના રમાણા ગામના બે વ્યક્તિઓ કામ અર્થે ધનસુરા તરફ જઇ રહયા હતા. ત્યારે મલેકપુર સીમ નજીક રોડ ઉપર એકાએક જગંલી નીલ ગાય આવી જતાં બાઇક ઉપર સવાર બંને વ્યક્તિઓને સામેથી ટક્કર મારતાં રોડ ઉપર ફંગોળાયા હતા. અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તાબડતોડ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ધનસુરા તાલુકાના રમાણા ગામના ભરવાડ ધવલભાઇ બાબુભાઇ (ઉ.આ.વ.45) અને ભરવાડ મધીબેન પૂજાંભાઇ (ઉ.વ.75) જી.જે.9-સી.એલ.1845 બાઇક લઇ રમાણાથી ધનસુરા તરફ શનીવારના રોજ બપોરના સુમારે જતાં હતાં. મલીકપુર સીમમાંથી પસાર થતાં હતા ત્યારે રોડ ઉપર એકાએક જંગલી નીલગાય આવી જતાં બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઇક પર સવાર બંને રોડ ઉપર પટકાયા હતા. જેમાં મધીબેન પુંજાભાઇ ભરવાડને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અને ધવલભાઇ બાબુભાઇ ભરવાડને હાથ ના ભાગે ઇજા થતાં તેઓને મોડાસાની ખાનગી હોસ્પીટલમાં તાત્કાલીક સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વિસ્તારમાં નીલગાયોના ઝુંડ ધોળા દિવસે પણ રોડ ઉપર આવી જાય છે. અને વાહન ચાલકોને નુકશાન પહોંચાડે છે. જેથી વનખાતા દ્વારા નીલગાયો ને પકડી જંગલમાં જંગલી રોજને છોડવામાં આવે તેવી વિસ્તારના વાહન ચાલકો માંગ કરી રહયા છે.

નીલગાયે અડફેટે લેતાં બંનને ઇજા પહોંચી. તસ્વીર-રાકેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો