તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Modasa મોડાસા સાર્વજનિક હોસ્પિટલનો હીરક મહોત્સવ ઊજવાયો

મોડાસા સાર્વજનિક હોસ્પિટલનો હીરક મહોત્સવ ઊજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લામાં મધ્યમ વર્ગીય અને ગરીબ દર્દીઓ માટે વરદાનરૂપ ગણાતી સેવા સંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત ડો. રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલને 75 વર્ષ પુરા થતા ટ્રસ્ટી મંડળ દ્વારા હિરક મહોત્સવની ઊજવણી કરાઈ રહી છે. રાજસ્થાન, પંચમહાલ, ખેડા અને મહિસાગર જિલ્લાના દર્દીઓ માટે ટ્રસ્ટીઓ દ્વારા માતૃ તથા બાળકલ્યાણ વિભાગના નવા બિલ્ડિંગનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવતા દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવતા55 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું દાન પ્રાપ્ત થયું હોવાનો અગ્રણી ટ્રસ્ટી મહેન્દ્રભાઈ શાહે(મામા) જણાવ્યું હતું.

મોડાસા પંથકમાં વસતા માનવજાતના આરોગ્યલક્ષી નિવારણને ધ્યેય બનાવી 1943માં મોડાસામાં સાર્વજનિક હોસ્પિટલની શરૂઆત કરાઇ હતી. સહિયારા પુરૂષાર્થથી શરૂ થયેલી સાર્વજનિક હોસ્પિટલ 75 વર્ષ પૂર્ણ થતા મંડળ દ્વારા હીરક મહોત્સવ અન્વયે રૂ.75 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવનાર માતૃ તથા બાળ કલ્યાણ વિભાગના નવા ભવનના નિર્માણ માટે ઈંટ પૂજન મંત્રી રમણલાલ પાટકર અને વલ્લભકુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામીના હસ્તે કરાયું હતુ. આ પ્રસંગે ચેરમેન જીગ્નેશ મેહતા, ઉદ્યોગપતિ મહાસુખ પટેલ, પ્રમુખ રણવીરસિંહ ડાભી, પાલિકા પ્રમુખ સુભાષ શાહ, મહેશ ઉપાધ્યાય, મહેશ ડી. પટેલ (મહીયાપુરવાળા), મગન પટેલ, ઉદ્યોગપતિ મોહન પટેલ વડોદરા, મહાસુખ ઉપાધ્યાય, કાલીદાસ પટેલ ઉપસ્થિત રહીને ટ્રસ્ટી મહેન્દ્ર શાહ, ટ્રસ્ટી પુનમ પટેલ (સાયરા), વિરેન્દ્ર ગાંધી, મોહન જોશી સહિત ટ્રસ્ટીઓના પરિવારના સભ્યોનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન હોસ્પિટલ સુપ્રિટેડેન્ડટ રાકેશ પટેલ, પ્રભુદાસ પટેલ, માનદમંત્રી પિયુષ પટેલ અને મહેશ પટેલ પ્રાંતિજવાળાએ કર્યું હતું

મોડાસા સાર્વ.હોસ્પિટલનો હીરક મહોત્સવ ઊજવાયો હતો. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...