• Gujarati News
  • સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં 8 ફોર્મ રદ થયા

સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં 8 ફોર્મ રદ થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડામાં તા. પંચાયતના પ્રમુખના રહેઠાણની દુર્દશા સુધારવા માગણી

મોડાસા ગોડાઉન મેનેજરનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

ભિલોડા |ભિલોડાના આંબલી બજાર વિસ્તાર પાસે તાલુકા પંચાયતના પ્રમુખનું ક્વાટર્સ આવેલું છે. હાલ આસપાસના રહીશો દ્વારા તેનો દુરુપયોગ કરી ઉકરડા, પશુઓ બાંધવાનું સ્થાન બનાવી ગંદકી કરાઇ રહી છે. તંત્ર દ્વારા ભાડામાં ચાલતી સરકારી કચેરી અહીં શરૂ કરાવાય તે જરૂરી છે. અંગે સરપંચ મનોજભાઇ પટેલે જણાવ્યું કે, બંધ મકાનોનો યોગ્ય ઉપયોગ કરી ગામના વિકાસ માટે વપરાશ થાય તેવી રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરાશે. /કૌશિકસોની

મોડાસા |મોડાસાના સરકારી ગોડાઉનના મેનેજર જી.વાય.બેલીમ વયમર્યાદાથી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ રાજય નાગરિક પુરવઠા નિગમના સરકારી ગોડાઉન ખાતે પૂર્વ ગોડાઉન મેનેજર એ.એચ.પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પ્રસંગે ગોડાઉન ઇનચાર્જ મેનેજર મકવાણા સહિત કર્મચારીઓ ઉપસ્થિતિ રહયા હતા. નિવૃત્ત અધિકારીનું ફુલહાર- શાલથી સન્માન કરાયું હતું. /રાકેશપટેલ

સિદ્ધપુર |સિદ્ધપુરખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વર્તમાન બોર્ડ ઓફ ડિરેકટર્સની 9 મેના રોજ યોજાનાર ચૂંટણી માટે 68 ફોર્મ ભરાયા હતા.જેમાં ચકાસણીના અંતે 8 ફોર્મ રદ થતા 60 ઉમેદવારો મેદાનમાં રહયા છે. 13 એપ્રિલ સુધી ઉમેદવારી પાછી ખેચી શકાશેે ત્યાર બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. ચૂંટણી અધિકારી યુ.એન.વાસણવાળાએ જણાવ્યું કે ખેડૂત વિભાગમાં 8 બેઠક માટે 45 ફોર્મ ભરાયા હતા જેમાંથી 4 રદ થયા હતા. વેપારી વિભાગની 4 બેઠક માટે 20 પૈકી 3 ફોર્મ રદ થયા હતા. ખરીદ વેચાણ વિભાગમાં 2 બેઠકો માટેના 3 પૈકી 1 ફોર્મ રદ થયંુ હતું.