• Gujarati News
  • જેસીઆઇ મોડાસાના નવા વર્ષના હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ

જેસીઆઇ મોડાસાના નવા વર્ષના હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાજેસીઆઇનો શપથવિધિ સમારંભ જેસીઝ હોલમાં જેસીઆઇ નડીયાદના પ્રમુખ ચિંતન શાહની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કી-નોટ સ્પીકર તરીકે ભરતભાઇ શાહ, મ.લા.ગાંધી ઉ.કે.મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી,જેસીઝ મિલ્ક કમિટીના ચેરમેન નવનીતભાઇ પરીખ, વાઇસ ચેરમેન કનુભાઇ શાહ તથા ઇન્સ્ટોલીંગ ઓફિસર એચ.જી.એફ હિરેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.

જેસીઆઇના નવનિયુક્ત પ્રમુખ તરીકે ડી.એલ.એડ.કોલેજના પ્રિન્સીપાલ ર્ડા.સંતોષ દેવકરે શપથ લીધા હતા. ઝોન વાઇસ પ્રેસીડેન્ટ હિરેન શાહે શપથ લેવડાવ્યા હતા. કલબના મંત્રી તરીકે ધર્મેન્દ્ર ત્રિવેદી, ખજાનચી તરીકે રવિ શાહ તેમજ અન્ય કારોબારી સભ્યોએ હોદ્દાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં ર્ડા.અરૂણભાઇ શાહ, સુભાષભાઇ શાહ, ર્ડા.ઘનશ્યામભાઇ શાહ , નિલેષ જોષી વગેરે હાજર રહયા હતા. અંતમાં આભારવિધિ મંત્રી ધર્મેન્દ્ર ત્રિવેદીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન મુકુંદ શાહે કર્યુ હતું. તસવીર: રાકેશ પટેલ