• Gujarati News
  • ગરમ કઢી ભરેલા તપેલામાં પડી જતાં દોઢ વર્ષના બાળકનું મોત

ગરમ કઢી ભરેલા તપેલામાં પડી જતાં દોઢ વર્ષના બાળકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરાતાલુકાના શરખડી ગામે દોઢ વર્ષનું બાળક ગરમ કઢી ભરેલા તપેલામાં પડી જવાથી ગંભીર રીતે દાઝી જવાથી સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જેથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.

ધનસુરા તાલુકાના શરખડી ગામના રાજેશભાઇ પગીનો દોઢ વર્ષનો દીકરો જગદીશકુમાર રાજેશભાઇ પગી મંગળવારની સાંજે ઘરે રમતો હતો ત્યારે અચાનક બાળક ગરમ કઢીના તપેલામાં પડી જવાથી શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી પરીવારજનોએ બાળકને તાબડતોડ મોડાસાની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લવાયો હતો. પરંતુ ગંભીર રીતે દાઝેલ બાળકને વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં ગંભીર રીતે દાઝેલ જગદીશનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. અમદાવાદ સીવીલ હોસ્પીટલના ર્ડા.એમ.સી.સુતરીયાએ મરણની જાણ કરી હતી. ઘટનાથી ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

અરેરાટી | ધનસુરા તાલુકાના શરખડી ગામની ઘટના