તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • કચરો એકઠો કરવાના 50થી વધુ કન્ટેનર કાટ ખાતી હાલતમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચરો એકઠો કરવાના 50થી વધુ કન્ટેનર કાટ ખાતી હાલતમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસામાં ડોર ટુ ડોર ઘન કચરાનું કલેકશન કરાય છે તેથી ઉપયોગ નથી : મુખ્ય અધિકારી

જિલ્લાનાવડા મથક મોડાસા નગરને સુંદર અને નિર્મળ બનાવવા રાજય સરકાર દ્વારા ખરીદ કરાઇ 85 જેટલા કન્ટેનર નગરપાલિકા ને ફળવાયા વર્ષ 2009 માં જીયુડીની ગ્રાન્ટ હેઠળ ફળવાયેલ લાખ્ખો રૂપિયાની કિંમતના સાધનો 7 વર્ષથી કાટખાઇ રહ્યા છે છતાં જવાબદારોના પેટનું પાણી સુધ્ધાં નહી ફરકતાં પ્રજાના નાણાંની બરબાદી સામે નારાજગી સાથે રોષ વર્તાઇ રહ્યો છે.

ગુજરાત સરકારે અર્બન ડેવલોપમેન્ટની ગ્રાન્ટ હેઠળ કરોડો રૂપિયાની કિંમતના લોખડના મોટા કન્ટેનરની ખરીદી કરી કચરો એકઠો કરવા નગરપાલિકા ઓને ફાળવવામાં આવ્યા હતા. મોડાસા નગરપાલિકાને ફળવાયેલા આવા 85 કન્ટેનર રેલ્વે મેદાનમાં ખડકાયા હતા. પરંતુ વર્ષ 2009 માં નગરને સ્વચ્છ બનાવવા માટે ફળવાયેલા મસમોટી કચરા પેટી આજે શાસ્ત્રી સ્ટેડીયમમાં મચ્છર ઉછેર કેન્દ્રની ગરજ સારી રહી છે. વર્ષ 2009 માં રાજય સરકાર દ્વાર સ્વચ્છતાના નામે કરાયેલી કરોડો રૂપિયાની ખરીદી સામે તરહ તરહની ચર્ચાઓ ચગદોળે ચડી છે. ત્યારે લોકોની સુખાકારી માટેની યોજનામાં પ્રજાના નાણાં ની બરબાદી અને 7 વર્ષથી મોટી સંખ્યામાં કાટ ખાઇ રહી નગરજનોના આરોગ્ય સામે જોખમી બની રહેલા કન્ટેનરોનો યોગ્ય ઉપયોગ કરાય તેવી રોષ ભરી માંગ નગરમાં ઉઠવા પામી છે.

મોડાસા નગરપાલિકાના ચીફ ઓફીસરને કન્ટેનટર અંગે પુછતાં તેઓએ વર્ષ 2009 માં જીયુડી દ્વારા ફાળવવામાં આવેલ કન્ટેનર નગરમાં ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરાતું હોઇ બીન ઉપયોગી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો