તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલાવના હેતુ સાથે મહિલા દિન ઉજવાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
800 થી વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

મહિલાસશકિતકરણ, મહીલા શિક્ષણ અને દીકરીનું સમાજમાં મહત્વ જેવા મહીલાઓને સ્પર્શતા મુદાઓ અને સામાજિક પરિવર્તનના બદલાવના હેતુ સાથે મેઘરજ તાલુકાના હીરાટીંબા (બાંઠીવાડા) ગામે મહીલા દિન ઉજવણી નીમીત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

મેઘરજ તાલુકા પંચાયતના વિકાસ અધિકારી, જી.એલ.પી.સી અને ડીઆરડીએના કો-ઓરડીનેટર ની ઉપસ્થિત વચ્ચે હીરાટીંબા (બાંઠીવાડા) ગામે મહીલા દીન ઉજવણી હાથ ધરાઇ હતી. ગીરીમાળા ખેડૂત ઉત્પાદક કંપની અને રીલાયન્સ ફાઉન્ડેશન મોડાસાના સહયોગથી હાથ ધરાયેલ ઉજવણીમાં તાલુકાના ગોઠ, ધોલેશ્વર વૈયા, બેડજ, કુંભેરા, ભુવાલ, ખેરાઇ અને હીરોલા સહિતના ગામોના 800 થી વધુ પ્રજાજનો જોડાયા હતા. મહીલાઓને ખુલ્લામાં શૌચ જવાને કારણે થતી બીમારી અને ઉભા થતા જોખમ પરત્વે પ્રાસંગિક વકતવ્ય સાથે જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું. મણીભાઇ અને તેમની ટીમ દ્વારા લોક કલા ભવાઇ યોજી સંમેલનમાં 15 થી વધુ પંથકની દાઇમા (દાયણ) ઓનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો