તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરવલ્લી માં વરસાદ ના વિરામ થી બાફ અને ઉકળાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીજિલ્લામાંં છેલ્લા ચાર દિવસથી વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લાભરમાંં પણ વરસાદની હાથતાળી વચ્ચે બાફ અને ઉકળાટ વધ્યો છે. રવિવારે ઉનાળા જેવી ગરમી અનુભવાઈ હતી. ત્યારે હવે સૌ કોઈને ભારે વરસાદ પડે તેનો રાહ જોઇ રહ્યાં છે.

જિલ્લામાં ધમાકેદાર વરસાદનું આગમન થયું હતું. પરંતુ હવે મેઘરાજાએ ખમૈયા કરતાં ખેડૂતો પણ વાવણીમાં જોતરાઈ ગયા છે. જિલ્લાના તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ખરીફ પાકની વાવણી માટે હાલ વળાપ નિકળ્યો હોવાથી ખેડૂતોએ વાવણીનું કામ પણ પૂરજોશમાં આરંભી દીધું છે. હવામાન વિભાગ દ્વારા 11મી જુલાઈથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જોતાં કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...