Home » Uttar Gujarat » Aravalli » Modasa » Modasa - મોડાસામાં રવિવારે પણ દુકાનો ખુલ્લી રાખનાર 40 વેપારીઓ સામે કાર્યવાહી

મોડાસામાં રવિવારે પણ દુકાનો ખુલ્લી રાખનાર 40 વેપારીઓ સામે કાર્યવાહી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:55 AM

Modasa News - તમામ સામે આજે નોટિસ ફટકારી દંડનીય કાર્યવાહી કરાશે

  • Modasa - મોડાસામાં રવિવારે પણ દુકાનો ખુલ્લી રાખનાર 40 વેપારીઓ સામે કાર્યવાહી
    મોડાસા | મોડાસામાં ગુમાસ્તાધારાનો ભંગ કરી રવિવારે પણ દુકાનો ખુલ્લી રાખનાર વેપારીઓને ઝડપી પાડવા નગરપાલિકાની ટીમે રવિવારે કવાયત હાથ ધરી ધરતાં 40 જેટલા વેપારીઓ ગુમાસ્તાધારાનો ભાંગ કરતા ઝડપાઈ ગયા હતા.જેમને નોટિસ આપી દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.

    10 થી વધુ વેપારી પાલિકાની ટીમને જોઇ દુકાન બંધ કર્યા વગર ભાગ્યા

    મોડાસા શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલી દુકાનો અમુક વેપારીઓ કાયદાની એંસીતેંસી કરીને કાયમી ખુલ્લી રાખતા હોવાની ફરિયાદ ઉઠી છે. ગુમાસ્તાધારાના કાયદાના અમલ માટે વેપારીઓએ પોતે નક્કી કરેલા અઠવાડિયાના એક દિવસ દરમિયાન વેપાર બંધ રાખી ગુમાસ્તાધારાનો અમલ કરવાનો હોય છે. પરંતુ વેપારીઓ અઠવાડિયાના સમયગાળામાં નક્કી કરેલા દિવસ મુજબ દુકાનો બંધ રાખતા ન હોવાની પાલિકાને જાણ થતાં રવિવારે પાલિકાની ટીમે શહેરના મુખ્ય રોડ પર આવેલા શ્યામ સુંદર શોપિંગ તેમજ બસ સ્ટેન્ડ વિસ્તાર, કોલેજ રોડ, શામળાજી રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું.

    જેમાં પાલિકાની ટીમે 84 જેટલા દુકાનદારોને ત્યાં અચાનક આ તપાસ ધરતા લાલચુ વેપારી દુકાનના શટર ફટાફટ બંધ કરી ચાલતી પકડી હતી. એટલું જ નહીં કોલેજો અને બસ સ્ટેશન વિસ્તારના 8 થી 10 જેટલા વેપારીઓને નગરપાલિકાની ટીમને જોઈને દુકાનનું શટર બંધ કરી દંડ થવાના ડરથી તાળું મારવા પણ રહ્યા ન હતા. 40 જેટલા વેપારીઓ ગુમાસ્તા ધારાનો ભંગ કરતા હોવાનું બહાર આવતા તેમણે નોટિસ ફટકારી દંડનીય કાર્યવાહી હાથ ધરી હોવાનું પાલિકાની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ