• Home
  • Uttar Gujarat
  • Aravalli
  • Modasa
  • Modasa - મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરની જમણી સૂંઢવાળા ગણશેની મૂર્તિ 200 વર્ષ પહેલા માજુમ નદીમાંથી મળી હતી

મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરની જમણી સૂંઢવાળા ગણશેની મૂર્તિ 200 વર્ષ પહેલા માજુમ નદીમાંથી મળી હતી

મોડાસામાંથી પસારા થતી માજુમ નદીમાંથી 200 વર્ષ પહેલાં અતિપ્રાચીન જમણી સૂંઢવાળા ગણપતિની મૂર્તિ મળી આવી હતી. નગરશેઠ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:55 AM
Modasa - મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરની જમણી સૂંઢવાળા ગણશેની મૂર્તિ 200 વર્ષ પહેલા માજુમ નદીમાંથી મળી હતી
મોડાસામાંથી પસારા થતી માજુમ નદીમાંથી 200 વર્ષ પહેલાં અતિપ્રાચીન જમણી સૂંઢવાળા ગણપતિની મૂર્તિ મળી આવી હતી. નગરશેઠ ગણાતા માધવલાલ શેઠ દ્વારા સિદ્ધિ વિનાયક મંદિર બનાવી સ્થાપિત કરવામાં આવી હતી. ચમત્કારીક ગણાતી આ મૂર્તિ અસંખ્ય નિ:સંતાન મહિલાઓને પારણાં બંધાવ્યા હોવાનું મંદિરના પૂજારી સચીનભાઇ શાસ્ત્રીએ જણાવ્યું હતુ.

200 વર્ષ અગાઉ નગરશેઠ માધવલાલે તે સમયે ગામની ભાગોળ તરીકે ઓળખાતાં આ વિસ્તારમાં ગામના રક્ષણ માટે ગણપતિનું મંદિર બંધાવી મૂર્તિનું સ્થાપન કર્યુ હતુ. 17 કિલો ચાંદીમાંથી ગણપતિજીનું માત્ર સિંહાસન બનાવવામાં આવ્યું છે. સવા કિલો ચાંદીમાંથી છત્તર તેમજ ચાંદીની પાદુકા સુવર્ણદંત, મુગુટ કાનના કુંડળ, ચાંદીની જનોઇ તેમજ ગળાનો હાર પણ નિ:સંતાન દંપતીઓ દ્વારા ભેટ ધરાવવામાં આવ્યો છે.

X
Modasa - મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરની જમણી સૂંઢવાળા ગણશેની મૂર્તિ 200 વર્ષ પહેલા માજુમ નદીમાંથી મળી હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App