સરડોઇ નવીન માંડવળી લોકાર્પણ પ્રસંગે નવચંડી યજ્ઞ

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:55 AM IST
Modasa - સરડોઇ નવીન માંડવળી લોકાર્પણ પ્રસંગે નવચંડી યજ્ઞ
મોડાસા : મોડાસા તાલુકાના સરડોઇ માઇ મંડળ સંચાલિત નીચા બજારની નવનિર્મિત માંડવળીના લોકાર્પણ પ્રસંગે શાસ્ત્રી જીગ્નેશકુમાર જે. ત્રિવેદીના આચાર્યપદે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. સરડોઇ ગાયત્રી આશ્રમના પરમ પૂજ્ય સંત પ્રધ્યુમનભાઈ બી. ગોર. આર્શિવચન પાઠવી યજ્ઞની શરૂઆત કરાવી હતી. મુખ્ય યજમાનો મયુરકુમાર એમ. નાયક, રાધેશ્યામભાઇ શાહ, જીવણભાઇ રબારી, મનોજભાઇ ત્રિવેદી વગેરેએ પૂજન-અર્ચન, હોમ-હવનમાં આહુતિ અર્પણ કરી હતી. માઇ મંડળના સભ્યો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ મહાઆરતી તેમજ પ્રસાદનો લાભ લીધો હતો.

X
Modasa - સરડોઇ નવીન માંડવળી લોકાર્પણ પ્રસંગે નવચંડી યજ્ઞ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી