બામણવાડની ગુમ યુવતી રાજસ્થાનના ઉદેપુરથી મળી

મોડાસાના બામણવાડની માનસિક બિમાર યુવતી કિંજલ અને યુવતીના મામાની 7 વર્ષની છોકરી બે દિવસથી બામણવાડ ગામથી ગુમ થતા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:55 AM
Modasa - બામણવાડની ગુમ યુવતી રાજસ્થાનના ઉદેપુરથી મળી
મોડાસાના બામણવાડની માનસિક બિમાર યુવતી કિંજલ અને યુવતીના મામાની 7 વર્ષની છોકરી બે દિવસથી બામણવાડ ગામથી ગુમ થતા કુટુંબીજનોએ શોધખોળ શરૂ કરી હતી છતાં પત્તો ન લાગતાં મોડાસા રૂરલ પોલીસને જાણ કરી હતી. ગુમ યુવતી નાની છોકરી બંને બામણવાડથી મોડાસા જવા ઘરેથી નીકળી હતી. ઘરે આવવાના બદલે રાજસ્થાન જતી એસ.ટી.બસ.માં બેસી ગઇ હતી અને ઉદેપુર ઉતરી ગઇ હતી. જાણવા મળેલ માહિતી મુજબ, ઉદેપુર રોડ પર 7 વર્ષની છોકરી રડવાનું ચાલુ કરતાં ઉદેપુરની પોલીસે બંનેને પુછપરછ કરતા બામણવાડની હોવાનું જણાવતા મોડાસા રૂરલ પોલીસને જાણ કરી હતી.પોલીસે પરીવારને જાણ કરતા ઉદેપુરથી ઘેર પરત લાવતા પરીવાર સહિત ગ્રામજનો એ રાહતનો શ્વાસ લીધો હતો.

X
Modasa - બામણવાડની ગુમ યુવતી રાજસ્થાનના ઉદેપુરથી મળી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App