Home » Uttar Gujarat » Aravalli » Modasa » Modasa - અંબાજી જતાં પદયાત્રિકોનો સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં પ્રવેશ, બંને જિલ્લાના માર્ગો બોલ મારી અંબે...જય જય અંબે..ના નાદથી ગૂંજ્યા

અંબાજી જતાં પદયાત્રિકોનો સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં પ્રવેશ, બંને જિલ્લાના માર્ગો બોલ મારી અંબે...જય જય અંબે..ના નાદથી ગૂંજ્યા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:55 AM

છોટા ઉદેપુર જિલ્લાના ભાણપુરી (ગરોલ)થી રામદેવ યુવક મંડળ દ્વારા સતત 10માં વર્ષમાં જગદંબાના દર્શન માટે 85 જેટલા...

  • Modasa - અંબાજી જતાં પદયાત્રિકોનો સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં પ્રવેશ, બંને જિલ્લાના માર્ગો બોલ મારી અંબે...જય જય અંબે..ના નાદથી ગૂંજ્યા
    છોટા ઉદેપુર જિલ્લાના ભાણપુરી (ગરોલ)થી રામદેવ યુવક મંડળ દ્વારા સતત 10માં વર્ષમાં જગદંબાના દર્શન માટે 85 જેટલા પદયાત્રીઓ માતાજીના રથડા સાથે કાળઝાર ગરમીના પરવા કર્યા વગર લાંબુ અંતર કાપી મોડાસામાં આગમન થયું છે.

    ગોધરા શામળાજી હાઇવે પર પગપાળા સંઘોનો અવિરત પ્રવાહ શરૂ થયો છે. અંબાજી સુધી પહોંચવા ભક્તો મા જગદંબાન ગુણગાન ગાતા ગાતા આગળ વધી રહ્યા છે. દાહોદ જિલ્લાના બોડેલી પાસેથી ત્રણ દિવસમાં 150 કિમી કાપીને મોડાસા સુધી આવેલી માત્ર 9 વર્ષની કીંજલ તેના પ્પપા જોડે હરખભેર હાઇવે ઉપર ડગ માંડતી આગળ વધી હતી.

    શ્રીહોવનમાં યુવક મંડળ પગપાળા સંંઘ લીમઘાટી જિ.દાહોદથી બે દિવસમાં 160 કિમી અંતર કાપી શામળાજી-ગોધરા હાઇવે પર ઝડપથી અંબાજી પહોચવા પદયાત્રીઓએ ઝપાટો લગાવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ