• Home
  • Uttar Gujarat
  • Aravalli
  • Modasa
  • Modasa - મોડાસાનું ગજાનંદ ગૃપ છેલ્લા 14 વર્ષથી પદયાત્રીઓની સેવા કરે છે

મોડાસાનું ગજાનંદ ગૃપ છેલ્લા 14 વર્ષથી પદયાત્રીઓની સેવા કરે છે

પંચમહાલ, દાહોદ, મહિસાગર, ખેડાના પદયાત્રીઓ લાભ લે છે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:55 AM
Modasa - મોડાસાનું ગજાનંદ ગૃપ છેલ્લા 14 વર્ષથી પદયાત્રીઓની સેવા કરે છે
ગોધરા-શામળાજી હાઇવે પર પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થયો છે. મોડાસાના ઓઘારી મંદિર પાસે ગજાનંદ ગૃપ સર્વોદય નગરના યુવાનો દ્વારા સતત 14મા વર્ષે વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ ચાલતા આ વિસામામાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર અને ખેડા જિલ્લાના 60 હજાર ઉપરાંત પદયાત્રીઓ આ વિસામામાં પાકા ભોજન સહિત અન્ય સુવિધા પૂરી પાડવામાં આવી છે.

આ વિસામામાં પદયાત્રીઓને ચોખા ઘીની લાપસી, સહિત પાકુ ભોજન પીરસવામાં આવે છે. કેમ્પમાં આરામ સહિત પાણી, મેડિકલ સેવા, ઠંડી છાસ, સહિત સેેવા આપવામાં આવે છે.

ક્યાંથી પ્રેરણા મળી

મોડાસાના સર્વોદય નગરમાં રહેતા આયોજનકો રામાભાઇ વણઝારા, સુનિલભાઇ થોરી, વિપુલભાઇ આર.ભોઇ, કાલીદાસ વાસુદેવ કડીયા, વિનોદભાઇ સલાટ અને મહેન્દ્રભાઇ દીપકભાઇ ભોઇ, ગેરેજવાળા પહેલા અંબાજી પગપાળા ગયા હતા. ત્યાં રસ્તામાં વિસામામાં પદયાત્રીઓને અપાતી સેવા જોઇને તેમને પ્રેરણા મળી હતી.

X
Modasa - મોડાસાનું ગજાનંદ ગૃપ છેલ્લા 14 વર્ષથી પદયાત્રીઓની સેવા કરે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App