• Home
  • Uttar Gujarat
  • Aravalli
  • Modasa
  • Modasa - સેવા કેમ્પ| અંબાજી જતાં પદયાત્રિકો માટે વિસામા શરૂ થયા

સેવા કેમ્પ| અંબાજી જતાં પદયાત્રિકો માટે વિસામા શરૂ થયા

મોડાસા | અંબાજી જતા પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મયુર પાટીલે અને મોડાસા ટાઉન પોલીસ દ્વારા સહયોગ ચોકડી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:55 AM
Modasa - સેવા કેમ્પ| અંબાજી જતાં પદયાત્રિકો માટે વિસામા શરૂ થયા
મોડાસા | અંબાજી જતા પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મયુર પાટીલે અને મોડાસા ટાઉન પોલીસ દ્વારા સહયોગ ચોકડી પાસે વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે પોલીસ સ્ટાફ દ્વારા વિધિવત્ વિસામાનો શુભારંભ કરવામાં આવ્યો છે. અંબાજી જતાં દાહોદ, પંચમહાલ, ખેડા, મહિસાગર અને જિલ્લાના પદયાત્રીઓને આરામ મળે તે માટે વોટરપ્રુફ સમિયાણો ઊભો કરવામાં આવ્યો છે. સાથે સાથ પદયાત્રીઓને હાથ પગ ધોઇ ફ્રેશ થવાં માટે પાણીના ટેન્કર તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ધનસુરા| ધનસુરાના સેવાભાવી પ્રયાસ ગ્રુપના યુવાનો દ્વારા હીરાપુર ચિલા પાસે વિસામો શરુ કરાયો છે. જેમાં પદયાત્રીઓ ને જમવા, ચા નાસ્તો, મેડિસીન, પીવાનું પાણી, છાશ, સુવાની વ્યવસ્થા સહિતની સેવાઓ આપવામાં આવે છે. ભાદરવી પૂનમ જેમ જેમ આવી રહી છે તેમ તેમ ધનસુરા ના માર્ગો પદયાત્રીઓ થી ઉભરાઈ રહ્યા છે. તસવીર-ભાસ્કર

ગોધરા-શામળાજી હાઇવે પર પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થયો છે. મોડાસાના ઓઘારી મંદિર પાસે ગજાનંદ ગૃપ સર્વોદય નગરના યુવાનો દ્વારા 14મા વર્ષે વિસામાનું આયોજન કર્યુ છે. પાંચ દિવસ ચાલતા આ વિસામામાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર અને ખેડા જિલ્લાના 60 હજાર ઉપરાંત પદયાત્રીઓ આ વિસામામાં પાકા ભોજન સહિતની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

અંબાજી જતાં પગપાળાં પદયાત્રીઓને વિશ્રામ મળી રહે અને તેમને ચા-નાસ્તો મળી રહે તે માટે માલપુર નવયુવક મંડળ દ્વારા ચા-નાસ્તાનો વિસામાનો શનિવારથી શુભારંભ કરવામાં આવ્યો હતો.

X
Modasa - સેવા કેમ્પ| અંબાજી જતાં પદયાત્રિકો માટે વિસામા શરૂ થયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App