• Gujarati News
  • મોડાસાના કોલેજ રોડ પર ખુલ્લી ગટરોથી ત્રસ્ત રહિશોની આંદોલનની ચિંમકી

મોડાસાના કોલેજ રોડ પર ખુલ્લી ગટરોથી ત્રસ્ત રહિશોની આંદોલનની ચિંમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનગરના કોલેજ રોડ ઉપર ચોમાસાના પાણીના નિકાલ માટે ખોદાયેલી ખુલ્લી કેનાલોમાં ઉભરાતાં ગંદાપાણી અને મુખ્ય માર્ગ ઉપર પથરાયેલા માટીના ઢગથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવતાં તંત્ર સામે રોષ ફેલાયો હતો.

ગત ચોમાસાની ઋતુમાં ભારે વરસાદથી મોડાસા નગરપાલીકા હદ વિસ્તારની નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાતાં તંત્રના અધિકારીઓએ તાબડતોડ યુધ્ધના ધોરણે મોડાસા કોલેજ કમ્પાઉન્ડને સમાંતરે ઉંડી કેનાલ ખોદી કઢાવી હતી અને જે તે સમયે પાણીનો નિકાલ કરાવ્યો હતો.

પરંતુ છેલ્લા ત્રણ માસથી ખોદાયેલ ખુલ્લી કેનાલ(ગટર)આજે પણ જૈસે થે સ્થિતિમાં છોડી દેવાતાં મોડાસા-અમદાવાદના મુખ્યમાર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો અને કોલેજના વિદ્યાર્થીઓ સહિતના રાહદારી તંત્રની લાપરવાહીથી ત્રસ્ત બની રહયા છે. કોલેજ પાસે ની ખુલ્લી ગટરમાં વહેતા અસહ્ય દુર્ગધ મારતા ગંદા પાણીથી આસપાસની સોસાયટીમાં રહેતા રહીશો પારાવાર પરેશાની વેઠી રહયા છે.તંત્રની લાપરવાહી થી અસહ્ય ગંદકી વેઠી રહેલા ઉસ્માનભાઇ શેખ, રહીશભાઇ કાઠીયાવાડી અને અનીસભાઇ અનારવાલા સહિતના રહીશો પ્રશ્ને આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

ખુલ્લી કેનાલોને પગલે વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે. (તસ્વીર-રાકેશ પટેલ)