• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • ટ્રકમાં લોખંડની સ્કેપની આડમાં લવાતો 6.31 લાખનો દારૂ જપ્ત

ટ્રકમાં લોખંડની સ્કેપની આડમાં લવાતો 6.31 લાખનો દારૂ જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે ઉપર શામળાજી પોલીસે નાકાબંધી દરમિયાન લોખંડની સ્કેપની આડમાં લઇ જવાતો રૂ. 6.31 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો હતો. પોલીસે 16.32 લાખના મુદ્દમાલ સામે ટ્રકચાલકને ઝડપી લીધો હતો.

શામળાજી પોલીસે શુક્રવારે હિંમતનગર-ઉદેપુર હાઇવે પર વાહન ચેકીંગ દરમિયાન કામગીરી સઘન બનાવીને વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન પોલીસે ટ્રક (નંબર આરજે-17, જીએ-2398)ની તલાશી લેતાં ટ્રકમાં લોખંડની આડમાં છુપાવેલી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પટી નંગ-143, કુલ નંગ-1992 કિંમત રૂ . 6, 31,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. શામળાજી પોલીસે ટ્રક સહિત કુલ રૂ. 16,32,200નો મુદ્દામાલ કબજે લઇને આરોપી મનિષ રમેશભાઇ નાયી (ઠાકુર) રહે.ખાનપુરકલા સોનીપત હરિયાણાની ધરપકડ કરીને વોન્ટેડ આરોપી રાજેશ રહે. રોહતકને ઝડપી પાડવા પી.એસ.આઇ.એમ.પી.ચૌહાણે ચક્રો ગતિમાન કર્યા છે.

કારમાંથી 1.5 લાખનો વિદેશી દારૂ પકડાયો
શામળાજી પોલીસે નાકાબંધી દરમિયાન ચેકપોસ્ટ પાસેથી પસાર થતી આઇ-2 કાર (એમઆર-90-7441)ની તલાશી લેતાં તેમાથી પોલીસને વિદેશી દારૂની બોટલ નંગ-264 કિં.રૂ. 1,05,600નો મુદ્દામાલ હાથ લાગ્યો હતો. જેમાં પોલીસે રૂ. 3 લાખની કાર સહિત કુલ રૂ. 4,08,100નો મુદ્દામાલ કબજે લઇ આરોપી મહાવીર જિલેસિંંગ જાટ ( ધનૌરી, જી. જીંદ, હરિયાણા) અને પુર્ણચંદ જમુરામ કમ્બો( ભુના નહેરૂપાર્ક ફરિદાબાદ, હરિયાણા) સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનોં નોંધી વોન્ટેડ આરોપી સુનિલ સતબીરસિંગ જાટ (રહે. ભુના)ને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...