• Gujarati News
  • મોડાસાની મહીલા ITIમાં ટેક. સ્ટાફના અભાવે 250 તાલીમાર્થીઓને હાલાકી

મોડાસાની મહીલા ITIમાં ટેક. સ્ટાફના અભાવે 250 તાલીમાર્થીઓને હાલાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટાફની માંગ પુરી કરવા જીલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

ભાસ્કરન્યુઝ.મોડાસા

મોડાસાનીમહીલા આઇટીઆઇમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓને તાલીમ આપી શકે તેવા જરૂરી ટેકનિકલ સ્ટાફ અને જરૂરી મશીનરીના અભાવથી પીડાતા 250 તાલીમાર્થીઓએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પોતાની માંગ રજૂ કરી હતી.

રાજયના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મોડાસા ખાતે શરૂ કરાયેલ મહીલા આઇટીઆઇ ના જુદાજુદા ટ્રેડમાં અભ્યાસ કરતા 250 તાલીમાર્થીઓ જરૂરી ઇન્સ્ટ્રકટર ના અભાવે પીડાઇ રહયા છે. અરવલ્લી જીલ્લા કલેકટર ને તાલીમાર્થીઓ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર માં જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી કાર્યરત મહીલા આઇટીઆઇના નવનિર્મિત બીલ્ડીંગનું તાજેતરમાં રાજયના મંત્રી દિલીપભાઇ ઠાકોર અને રજનીભાઇ પટેલ દ્વારા લોકાર્પણ કર્યું હતું. પરંતુ કરોડોની કિંમતના બીલ્ડીગમાં આજે તાલીમાર્થીઓ છે પરંતુ ભણાવી શકે તેવા ટેકનિકલ સ્ટાફ અને જરૂરી મશીનરી નો અભાવ વતાર્ય છે.

તાલીમાર્થી બહેનોના જણાવ્યા મુજબ હાલ મહીલા આઇટીઆઇના 4 ટ્રેડની કુલ 11 બેચોમાં 250 તાલીમાર્થી બહેનો અભ્યાસ કરી રહી છે પરંતુ સ્ટાફ અને મશીનરી હોવાથી જરૂરી તાલીમ મળી શકતી નથી અને રોજનું અપડાઉન માથે પડી રહયું છે. સમગ્ર મહીલા આઇટીઆઇમાં સરકારે માત્ર એક સુપરવાઇઝર ઇનસ્ટ્રકટર ની નિમણૂંક કરી છે જે છેલ્લા પાંચ માસ થી રજા ઉપર છે.

આમ મોટા ઉપાડે સરકાર દ્વારા શરૂ કરાતી અને કરોડોના ખર્ચે તાબડતોડ બીલ્ડીંગો બનાવી દેતાં શ્રમ અને રોજગારવિભાગ સ્ટાફ અને મશીનરી ના અગત્યના મુદ્દે લાપરવાહ બનતાં આજે તાલીમાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે અને વાલીઓમાં રોષ ફેલાયો છે.

જરૂરી સ્ટાફ માટે વડી કચેરીએથી મંજૂરી મળેલ છે: પ્રિન્સીપાલ

મોડાસાઔદ્યોગીકતાલીમ સંસ્થાના પ્રિન્સીપાલ રાહુલ પટેલનો સપંર્ક શાધતાં તેઓએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે મહીલ આઇટીઆઇ કોલેજમાં સ્ટાફની ઘટ અંગે વડી કચેરી ગાંધીનગર ખાતે યોગ્ય રજૂઆત કરાતાં જરૂરી સ્ટાફની ઘટ પુરવાની મંજૂરી ના ઓર્ડર નિયામક કચેરી દ્વારા કરવામાં આવ્યા છે.

મોડાસા મહિલા આઇટીઆઇ ના તાલીમાર્થીઓ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.(તસ્વીર-રાકેશ પટેલ)