તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાની કોટક મહિન્દ્રા બેન્કને ગ્રાહકને વળતર ચુકવવા કોર્ટનો આદેશ

મોડાસાની કોટક મહિન્દ્રા બેન્કને ગ્રાહકને વળતર ચુકવવા કોર્ટનો આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનારહીશ જયેશ પરમાનંદ દોશીએ હજીરા વિસ્તારમાં આવેલી કોટક મહિન્દ્રા બેંકમાં નોવા સેવિંગ એકાઉન્ટ સ્કીમ હેઠળ ખાતુ ખોલાવેલ હતું અને ખાતામાં રહેલ રકમમાંથી 20000 (વીસ હજાર) રૂપિયા ઉપરની રકમ ઓટોમેટીક એફ.ડી.થઇ જતી હતી,અને તેના પર બેંક દ્વારા એફ.ડી.પ્રમાણે વ્યાજ ચૂકવાતું હતું.પરંતુ 1લી એપ્રિલ 2013 પછી બેંકના વહીવટીતંત્ર દ્વારા કોઇ પણ જાતની જાણ કર્યા વગર 2,000 00 /- (બે લાખ રૂપિયા) સેવિંગ એકાઉન્ટમાં લઇ ઉપરની રકમ પર બેંક વ્યાજ એફ.ડી.મુજબ ચૂકવતા તેમને 26.075/- રૂપિયાનું નુકશાન થતાં અંગે મોડાસા બ્રાન્ચના મેનેજર સાથે ફરિયાદ કરવા છતાં ને ઓનલાઇન ફરિયાદ અને બેંકના ગ્રીવન્સ સેલમાં ફરિયાદ કરવા છતાં પણ ગ્રાહકને યોગ્ય જવાબ મળતાં અને ફરીથી બેંક મેનેજરને રજૂઆત કરતા ઉદ્ધતાઇ પૂર્વક વર્તન કરી થાય તે કરી લો અને આવું તો કેટલાયે ગ્રરાહકો સાથે વધુ છે, તેમ જણાવતાં કંટાળીને જયેશભા દોશીએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં દાખલ કરતાં ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા 6 મહિનાના સમયગાળો આપવા છતાં બેંક તરફથી કોઇ હાજર રહેતા અને અરજદારે વકીલ મારફતે આપેલ નોટીસના જવાબમાં બેંક દ્વારા ગ્રાહકને સ્ટેટમેન્ટ અને પત્ર મારફતે જાણ કરી હતી. પરંતુ બેંક દ્વારા આધાર પુરાવા પણ રજૂ કરાતાં બેંક દ્વારા ક્ષતિ યુક્ત દાખવવા બદલ ગ્રાહક ને વ્યાજ નુકશાની ના 26,075/- રૂપિયા ની ફરિયાદ તારીખથી વ્યાજ સાથે વાર્ષિક9 ટકા ના વ્યાજે ચુકવી આપવા અને અગવડતા અને માનસિક ત્રીસ પેટે 5000/-રૂપિયા ચૂકવી દેવા મહિન્દ્રા બેંક ને ગ્રાહક સુરક્ષા કોર્ટના આદેશ કરવામાં આવ્યો હતો.

વ્યાજમાં નુકસાન જતાં ગ્રાહકે સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી હતી

અન્ય સમાચારો પણ છે...