તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • સાકરીયા હનુમાન મોરીના લોકોની રોડ ન બનતાં ચીમકી

સાકરીયા હનુમાન મોરીના લોકોની રોડ ન બનતાં ચીમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજી મેશ્વો જલાગાર યોજનાના અસરગ્રસ્તો અને મોડાસા તાલુકાના સાકરીયાના હનુમાન મોરીમાં વર્ષોથી વસવાટ કરતા ગ્રામજનો એ તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં સાકરીયાથી હનુમાન મોરીનો રસ્તો પાકોન બનાવતાં કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે અને પાકો રોડ નહીં બેતો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી છે.

હનુમાન મોરીમાં રહેતા 65 જેટલા મેશ્વો જલાગાર યોજનાના અસરગ્રસ્તોને વર્ષોથી પાકો રસ્તો ઝંખી રહ્યા છે.પાકો રસ્તો બનાવવના મુદ્દે વારંવાર રજૂઆતો કરી છે. ત્રણ કિલોમીટરનો સાકરીયા-રામપુરથી હનુમાન મોરીનો રસ્તો કાચો હોવાથી ગ્રામજનો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રસ્તો કાચો હોવાના કારણે અને રસ્તા કાચો હોવાથી કારણે અને રસ્તા વચ્ચે મોટા ખાડા પડી જવાના કારણે ખાનગી વાહનો વાળા પણ હાલત કફોડી થઈ પડે છે. મહિલાઓને પ્રસુતિ સમયે તેમજ બીમાર દર્દીને જ્યારે મોડાસા સારવાર માટે લાવવાના થાય છે. ત્યારે હનુમાન મોરીના ગ્રામજનોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચોમાસું આવતા છતા તંત્ર દ્વારા રસ્તો પાકો બનાવવામાં ન આવતા સોમવારે મોટી સંખ્યામાં ગ્રામજનો જિલ્લા સેવા સદન ખાતે દોડી આવ્યા હતા અને હનુમાન મોરીના રસ્તાને પાકો બનાવવા કલેકટરને આવેદન આપ્યું હતું અને આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી હતી.

અગાઉ રસ્તો પાકો બનાવવાની હૈયાધારણા આપી હતી
હનુમાન મોરીના ગ્રામજનો ગત તા.23-11-2017ના રોજ આવેદન પત્ર આપ્યું હતું અને તેમણે વિધાન સભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના સમાચાર પ્રસિદ્ધ થતાં ચૂંટણી અધિકારી અને મામલતદાર તેમજ બાંધકામ ખાતાના નાયબ કાર્યપાલક ઈજનેરે હનુમાન મોરી ખાતે દોડીગયા હતા અને રસ્તા માટે 1 કરોડ 60 લાખ રૂપિયા મંજૂર થઈ ગયા હોવાનું અને બે મહિનાના સમય ગાળામાં રસ્તો પાકો બનાવી આપવા હૈયાધારણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...