તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • ભિલોડામાં વેપારીના 1.50 લાખ રોકડ ભરેલા થેલાની ચીલઝડપ

ભિલોડામાં વેપારીના 1.50 લાખ રોકડ ભરેલા થેલાની ચીલઝડપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડામાં વેપારી દુકાનનું શટર બંધ કરતો હતો. તે દરમિયાન એક્ટીવા ઉપર 1.50 લાખ રોકડ ભરેલો થેલો અજાણ્યો ગઠિયો ઉઠાવી જતાં વેપારીઅે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

લાડુલાલ પ્યારચંદભાઇ શાહ શુક્રવાર સાંજે દુકાનનો દિવસ દરમિયાન થયેલો વકરો તેમજ અગાઉની સિલક મળી કુલ રૂ. 1.50 લાખ ભરેલી થેલીમાં સાબરકાંઠા બેંક તેમજ દેના ગ્રામીણબેંકની ચેકબુક મુકીને સાંજે 7.30 કલાકે દુકાનનું શટર બંધ કરી રહ્યા હતા. તે દરમિયાન વેપારીએ આ થેલો એક્ટીવા પર મૂકીને તાળું મારતા હતા. તે દરમિયાન તકનો લાભ લઇને અજાણ્યો તસ્કર રૂપિયા ભરેલો થેલો ઉઠાવી છૂ થઇ ગયો હતો. જ્યારે વેપારી એક્ટીવા પર બેસવા જતાં તેના ઉપર મૂકેલો થેલો ગાયબ જણાતા હાંફાળાફાંફળા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...