ઝાડા-ઉલટીની બિમારીમાં ત્રણથી ચાર કેશ નોંધાયા
મોડાસાતાલુકાના રાજલી ગામે મેલાના ફળીયામાં કૂવાના પાણીનો પીવા માટે ઉપયોગ થતો હતો.જ્યારે એક દિવસ અગાઉથી કૂવાનું પાણી દુષિત થવાથી ત્રણ-ચાર વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા થતા દોડધામ મચી ગઇ હતી. મોડાસા તાલુકા વિકાસ અધિકારી સ્વચ્છતા અભિયાનના માટે મોટીઇસરોલ મુલાકાતે આવ્યા હતા.
ત્યારે રાજલી ગામના ઝાડા ઉલટીના સમાચાર મળતા સ્થળ પર જઇ આરોગ્ય ટીમને તાત્કાલિક પાણીના સેમ્પલ લઇ દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. અને આરોગ્ય તંત્ર દ્વારા દર્દીઓને માહીતગાર કરાયા હતા.