• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • બાયડમાં પ્રથમવાર રથયાત્રા, શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનનાં યાત્રા નિકળી : ધનસુરા મોડાસા અને ખ

બાયડમાં પ્રથમવાર રથયાત્રા, શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનનાં યાત્રા નિકળી : ધનસુરા-મોડાસા અને ખેડબ્રહ્મામાં પણ રથયાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈડરનાઘાંટી વિસ્તારમાંથી રવિવારે સવારે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.મંદિર માંથી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળદેવજીને ભક્તોએ વાજતે ગાજતે શણગારેલ રથમાં બિરાજમાન કર્યા બાદ શંખના નાદ સાથે ભગવાનના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં બેન્ડ, ઘોડા, ડીજે, ટ્રેક્ટરમાં સંતો, નાસિક ઢોલની ટીમ,મહિલા ભજન મંડળી જોડાઈ હતી. જ્યારે ઇડર નગર ઉત્સવ સમિતિના સભ્યો સાથે અખાડા પણ જોડાયા હતા અને વિવિધ કરતબો રજુ કર્યા હતા.

તો બીજી તરફ રથયાત્રાના જિલ્લા પોલીસ વડા સહિત તમામ પોલીસ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને એસઆરપી પ્લાટુન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. રથયાત્રા રામધ્વારાથી નીકળીને પાચ હાટડી વિસ્તાર થઈને કસ્બા વિસ્તારમાંથી પસાર થઇ હતી. જ્યાં મુસ્લિમ બિરાદરોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી નગરપાલિકા થઇ ટાવર વિસ્તાર થઈને જલારામ મંદિરે મોસાળમાં રથયાત્રા પહોચી હતી. જ્યારે ખેડબ્રહ્મામાં પણ રથયાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતી.

સાબરકાંઠા-અરવલ્લીની સૌથી મોટો રથયાત્રા માનવામાં આવતી ઇડરની રથયાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા. યાત્રામાં ભગવાનના રથે અનેરૂ આકર્શન જમાવ્યું હતું. -તસવીર-દુર્ગેશ જયસ્વાલ,અશોક રાવલ

બાયડમાં પ્રથમવાર રથયાત્રા નીકળી

રથયાત્રાની િવશેષતા

1

અખાડો

1

મહિલાભજન મંડળી

1

ટીમનાસિક ઢોલ, 6 સભ્યો

1

રથ

6

ટ્રેક્ટર

2

ડીજે

2

ઘોડા

1

બેન્ડ

ઇડરમાં નીકળેલી રથયાત્રામાં હાજરો ભક્યો ઉમટ્યાં

અન્ય સમાચારો પણ છે...