તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાના સરડોઇમાં વિસ્તારક સપ્તાહની સફળતા ઉજવણી કરાઇ

મોડાસાના સરડોઇમાં વિસ્તારક સપ્તાહની સફળતા ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડસા| તાલુકાનાસરડોઇ અને લાલ પુર ગામમાં પંડિત દીન-દયાલ વિસ્તારક સપ્તાહની ઉજવણી વિસ્તારક કાર્યકર્તાઓ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવી હતી. વિસ્તારક કાર્યકર્તાઓ ચિરાગગીરી ગોસ્વામી, યશપાલસિંહ પુવાર,નટુભાઇ વણકર, દિગ્વિજય નાયકે વિસ્તારમાં તા.28 મેથી તા.5 મી જૂન સુધી સંપર્ક કરી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા. જન કલ્યાણ સંપર્ક દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં વિશિષ્ઠ સિધ્ધીઓ હાંસલ કરનાર તથા વિશેષ પદનામિક વ્યક્તિ વિશેષોને ભાજપના ખેસ પહેરાવીને બહુમાન કરવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. સરડોઇના મોતીભાઇ નાયક4 ગુણવંતગીરી ગોસ્વામી, જે.એમ.રહેવર, અનિલસિંહ રહેવર, ભાવનાબેન વણકર, અરખાભાલ વણકર, ઇત્યાદી મહાનુભવોએ સરકારના વિસ્તારક સપ્તાહની ઉજવણી ના નૂતન અભિગમને બિરદાવી વિસ્તારક કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...