• Gujarati News
  • પોલીસની પાંચ ટીમોના ચાર કલાક સુધીના કોમ્બીંગમાં કઇ હાથ લાગ્યું

પોલીસની પાંચ ટીમોના ચાર કલાક સુધીના કોમ્બીંગમાં કઇ હાથ લાગ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસામાં કતલખાના ધમધમતા હોવાની બાતમીના આધારે

મોડાસાનારાણાસૈયદ અને ચાંદટેકરી વિસ્તારના કેટલાક શખ્શોએ પશુ ચોરીના સંખ્યાબંધ ગુન્હાઓ રાજયભરમાં આચર્યા છે.ત્યારે સમગ્ર રાજયમાં નામચીન બનેલા વિસ્તારોના અંતરીયાળ ભાગોમાં ગૌવંશની નિર્મમ હત્યા થતી હોવાની બાતમીના આધારે જીલ્લા પોલીસે શનીવારની વહેલી પરોઢે કોમ્બીંગની કામગીરી હાથ ધરી હતી.

મોડાસાના કઉં પંથકના અંતરીયાળ વિસ્તારોમાં ગૌવંશની નિર્મળ હત્યા કરતા કતલખાના ધમધમતા હોવાની જીવદયા પ્રેમીઓની બાતમીના આધારે અરવલ્લી જીલ્લા પોલીસની જુદીજુદી પાંચ ટીમોએ પંથકના કઉં,અમલાઇ અને વોરાકંપા વિસ્તારમાં 4 કલાક સુધી કોમ્બીંગની કામગીરી હાથ ધરી હતી. મોડાસા રૂરલ પોસઇ જે.આર.ઝાલાની રાહબરી હેઠળ, ટાઉન પીઆઇ કે.જે.ચૌધરી,એલસીબી પીઆઇ પી.કે.પટેલ,એસઓજી પીઆઇ કે.વી.સગર તેમજ ચાર પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત 25થી વધુ પોલીસ જવાનોની પાંચ ટીમો દ્વારા શનીવારની વહેલી પરોઢે પંથકમાં ધમધમતા કતલખાના ઝડપી લેવા સતત ચાર કલાક કોમ્બીંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી. પરંતુ કાર્યવાહી દરમ્યાન કોઇપણ શંકાસ્પદ ચીજ પોલીસને હાથ લાગી હતી.

ત્રણ વર્ષ અગાઉ સા.કાંઠા જીલ્લાના પોલીસવડાની રાહબરીમાં 400થી વધુ પોલીસે ચાંદટેકરી-રાણાસૈયદ વિસ્તારમાં મોટાપાયે કોબ્મીંગ હાથ ધર્યુ છતાં પોલીસને ધારી સફળતા મળી હતી. નામચીન પંથકમાં જયારે જયારે પણ પોલીસ છાપો મારે છે ત્યારે સફળતા મળતી નથી, કયાંક તો કાચું કપાય છે.