• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાની જુની કલેકટર કચેરીનું બિંલ્ડીંગ પંચાયત કચેરી માટે ફળવવા ફરી માંગ ઉઠી

મોડાસાની જુની કલેકટર કચેરીનું બિંલ્ડીંગ પંચાયત કચેરી માટે ફળવવા ફરી માંગ ઉઠી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરચિતઅરવલ્લી જીલ્લામાં પ્રજા સાથે સીધા કામો સાથે જોડાયેલ જીલ્લા પંચાયતની કચેરી માટે યોગ્ય બીલ્ડીંગ નથી હાલ હંગામી ધોરણે જે બીલ્ડીંગમાં કચેરી ચલાવાય છે તેમાં યોગ્ય સુવિધાઓનો અભાવ વર્તાય છે. તેથી કામાસરૂ કચેરીની મુલાકાતે આવતાં પ્રજાજનોને કચેરીની સાંકડા જગાથી પડતી અગવડથી વ્યથિત બનેલા જીલ્લા પંચાયત પ્રમુખે જીલ્લા પંચાયત કચેરી માટે હંગામી ઘોરણે ઠરાવેલ ભાડેથી જુની કલેકટર કચેરી વાળી બીલ્ડીંગ ફાળવવા ફરી રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગ ઉઠાવી હતી.

મોડાસા ખાતે આવેલ જુની કલેકટર કચેરીનું બીલ્ડીંગ આર એન્ડ બી ઠરાવે તે ભાડે હંગામી ધોરણે જીલ્લા પંચાયત કચેરી માટે ફળવાય તેવી માંગ ઉઠાવી હતી.

મુખ્યમંત્રી ને ઇ-મેઇલ દ્વારા પાઠવવામાં આવેલ પત્રમાં અરવલ્લી જીલ્લા પંચાયત ના પ્રમુખ રાજેન્દ્ર પારઘી જણાવ્યું હતું કે હાલ ..અનુસંધાન8 પર

મોડાસાની જુની

જીલ્લાપંચાયતની કચેરી જે ખેતીવાડી વિભાગના બિલ્ડીંગમાં કાર્યરત છે. તે બીલ્ડીંગમાં મહીલાઓને ભારે અગવડ વેઠવી પડે છે. કચેરીએ કામ સારૂ આવતાં પ્રજાજનો પાણી, શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાના અભાવે પરેશાની વેઠી રહયા છે આથી પ્રજાની હાલાકી દૂર કરવા જીલ્લા પંચાયત કચેરી માટે હંગામી ધોરણે ઠરાવેલ ભાડે અને અગાઉ ફાળવેલ જુની કલેકટર કચેરીનું બીલ્ડીંગ ફાળવી આપવા પત્ર દ્વારા પ્રમુખે માંગ કરી હતી.

અગાઉ થયેલ ફાળવણી છતાં પ્રજા હિતની વાત કાને ધરાતી નથી (બોકસ)

જીલ્લા પંચાયતના પ્રમુખના જણાવ્યા મુજબ જુની કલેકટર કચેરીવાળું બીલ્ડીંગ માસિક ભાડું ઠરાવી જીલ્લા પંચાયતને હંગામી ધોરણે આપવા અગાઉ મંજુરી અપાઇ હતી. પરંતુ રાજય સરકારને મન જીલ્લો અરખામણો હોય એમ કલેકટરે કરેલ આદેશનુ઼ પાલન રાજય સરકાર કરાવતી નથી. મુદ્દે માર્ગ અને મકાન વિભાગના મંત્રી નિતીનભાઇ પટેલ, જીલ્લાના પ્રભારી મંત્રી રજનીકાન્ત પટેલ દ્વારા યોગ્ય કરવાની ખાત્રી છતાં પ્રજાના હિતની વાત સરકાર કાને ધરતી નથી.

} 7 કરોડની બીલ્ડીંગ ખંડેર બની રહી છે : પ્રજાજનો

મુખ્યમંત્રીએવર્ષ 2010માં રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર થયેલ બીલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. બીલ્ડીંગ જીલ્લા કલેકટરે હંગામી ધોરણે જીલ્લા પંચાયત ભવન માટે ભાડે આપવાનો હુકમ કર્યો હતો. પરંતુ રાજકીય દ્વેશની ભાવનાથી આજે બીલ્ડીંગ ખંડેર બની છે.

અન્ય સમાચારો પણ છે...