મોડાસામાં આજે સવારે7:20 કલાકે CMનું આગમન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયનામુખ્યમંત્રી આજે મોડાસા ખાતે યોજાઇ રહેલા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શાળા પ્રવેશ મેળવતા બાળકોનું સ્વાગત કરશે. નગરના સર્વોદયનગર પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં યોજાઇ રહેલ કાર્યક્રમ દરમ્યાન પોલીસ ચુસ્ત બંદોબસ્ત પુરો પાડશે.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મોડાસાની સર્વોદય નગર પ્રાથમિક શાળા અને શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ-1 અને ધોરણ-9 પ્રવેશ મેળવનાર બાળકોને આવકારશે. શુક્રવારની વહેલી સવારે 7.20 કલાકે હેલીપેડ ખાતે મુખ્યમંત્રીના આગમન બાદ સીધા સર્વોદયનગર પ્રાથમિક શાળામાં પહોંચી મુખ્યમંત્રી દ્વારા મોડેલ આંગણવાડીનું લોકાપર્ણ કરાશે અને ત્યારબાદ શાળા પ્રવેશોત્સવનો સ્ટેજ કાર્યક્રમ શરૂ થતાં જિલ્લા કલેકટર મુખ્યમંત્રીને આવકારી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાશે. સર્વોદયનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસ્યા બાદ મુખ્યમંત્રી નગરની સરસ્વતી વિદ્યાલયની મુલાકાત લઇ શૈક્ષણીક મૂલ્યાંકન હાથ ધરશેેે. રેસ્ટ હાઉસમાં ભોજન ગ્રહણ કર્યા બાદ મુખ્યમંત્રી ખેડબ્રહ્માના મૈત્રાલ ગામે જશે.

અન્ય સમાચારો પણ છે...