• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મહાદેવપુરાનાે યુવાન મેશ્વો ડેમમાં ડૂબ્યો, મોત નિપજ્યું

મહાદેવપુરાનાે યુવાન મેશ્વો ડેમમાં ડૂબ્યો, મોત નિપજ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાતાલુકાના મહાદેવપુરા ગામના એક યુવાનનું મંગળવારે શામળાજી મેશ્વો ડેમમાં પગ લપસી જઇ પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણ બુધવારે શામળાજી પોલીસને થતા પોલીસે જાણવાજોગ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શામળાજી પોલીસના જણાવ્યા પ્રમાણે મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામે રહેતા પ્રવિણસિંહ ઉર્ફે રણજીતકુમાર સરદારસિંહ સોલંકી મંગળવારે શામળાજી ખાતે આવેલા મેશ્વો ડેમના કિનારા ઉપર ચાલતો જઇ રહ્યો હતો. દરમિયાન એકાએક તેનો પગ લપસતાં તે ડેમમાં પડ્યો હતો. જેથી તેનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

બનાવ અંગે શામળાજી પોલીસને બુધવારે જાણ થતા શામળાજી પી.એસ.આઇ. વાય.જે.રાઠોડે તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવીને ડેમમાંથી લાશ બહાર કઢાવી સરદારસિંહ જીવાજી સોલંકીની ફરિયાદ લીધા બાદ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે.

મેશ્વો ડેમમાં ડૂબી જવાને કારણે એક યુવાનનું મોત નિપજયુ હતું. } વિપુલ રણા

અન્ય સમાચારો પણ છે...