તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • આર્ચરી સ્પર્ધામાં લુસડીયા ગામના બે ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્ચરી સ્પર્ધામાં લુસડીયા ગામના બે ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજીનીએકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલમાં શનિવારથી ગુજરાત રાજ્ય લેવલની ત્રિદિવસીય આર્ચરી સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં રાજ્યમાંથી 20 જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો ત્યારે રાજ્ય સ્પર્ધામાં શામળાજી નજીકના લુસડીયાના બે ખેલાડીઓ નેશનલ લેવલ માટે પસંદ થયા છે.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને અરવલ્લી જિલ્લા રમતગમત કચેરી મોડાસાના સંયુક્ત ઉપક્રમે શામળાજી ખાતે આવેલી મોડેલ રેસીડેન્સીયલ સ્કુલમાં શનિવારથી ત્રિદિવસીય ભાઈ અને બહેનોની આર્ચરી સ્પર્ધા જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન ઠાકોર તેમજ એકલવ્ય સ્કુલના પ્રિન્સીપાલ સાજીદભાઈની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેની પુર્ણાહુતિ સોમવારે સવારે કરાઈ હતી. જેમાં શામળાજી નજીક આવેલા લુસડીયા હાઈસ્કુલના કોચ પ્રશાંત પંડવાલાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા પારગી ચેતનભાઈ રાજેશભાઈ પ્રથમ નંબરે તેમજ સુવેરા પીનલબેન અજીતભાઈએ દ્વિતીય નંબર મેળવી રાજ્ય લેવલે પસંદ થયા હતા. બંને સ્પર્ધકો નેશનલ લેવલે રમવા જશે.

શામળાજીમાં ત્રિદિવસીય આર્ચરી સ્પર્ધા યોજાઇ હતી. તસ્વીર-વિપુલ રણા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો