તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સરડોઇ સ્કૂલમાં આચાર્યના રૂમમાં આગ લાગતાં રેકર્ડ બળી ગયું

સરડોઇ સ્કૂલમાં આચાર્યના રૂમમાં આગ લાગતાં રેકર્ડ બળી ગયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાતાલુકાના સરડોઇ ગામની એ.એમ.શાહ હાઇસ્કૂલની ઓફિસ કેબિનમાં શોર્ટર્સકીટના કારણે અચાનક આગ લાગવાના કારણે વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું.

શુક્રવાની રાત્રીના સમયે વીજપ્રવાહ વધી જવાના કારણે થયેલી શોર્ટ સરકીટથી આચાર્યની ઓફિસમાં આગ લાગી હતી. ટેબલ અને અન્ય ફર્નીચર સહિત કેટલું અગત્યનું રેકોર્ડ પણ બળીને ખાખ થઇ ગયું હતું.

આચાર્ય એસ.યુ.બામણીયાના જણાવ્યા મુજબ શનિવારના રોજ સવારની શાળા હોવાથી શાળા ખોલવાના સમયે શાળા પાસેના વીજ પોલ ઉપર આગ ઝરતી તણખા તેમજ ઓફિસમાંથી ધુમાડા નીકળતા જણાતાં તાત્કાલિક વીજ કર્મચારીઓને જાણ કરતાં વીજ પ્રવાહ કાપી નાખવામાં આવ્યો હતો.

ફીડરમાંઅચાનક વિજ પ્રવાહ વધી ગયો

આજુબાજુનારહીશોના મકાનોમાં પણ વીજ ઉપરકરણો બળી જવા પામેલ હોવાનું રહીશોએ જણાવ્યું હતું. મેઢાસણ ફીડરમાંથી મળતા વીજ પ્રવાહમાંઅચાનક વીજ પુરવઠાની વધઘટ થતાં વીજ ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે. શેરીનાં વીજ વાયરો બીલકુલ ઢીલાં હોવાના કારણે અથડાઇ જતાં આગના તણખા વારંવાર ખરતા હોઇ વીજ વાયરો મરામતની માંગ ઉઠીછે.

સરડોઇમાં વીજ પુરવઠો અચાનક વધી જતાં સર્જાયેલી શોર્ટ સરકીટથી હાઇસ્કૂલના રૂમમાં અચાનક આગ ભભૂકી હતી.: અજય નાયક