• Gujarati News
  • ખેરાલુ તાલુકાના 14 ગામોમાં 25થી વધુ મકાનો ધરાશાયી

ખેરાલુ તાલુકાના 14 ગામોમાં 25થી વધુ મકાનો ધરાશાયી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુતાલુકા પંચાયતે તાલુકાનાં 14 ગામોમાં 25થી વધુ મકાનો ધરાશયી થયાં હોવાનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને સુપરત કર્યો છે. જેમાં ગાજીપુરમાં મકાન ધરાશયી થતાં બે બાળકોને સામાન્ય ઇજાઓ થઇ હતી.

ખેરાલુ પંથકમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે તાલુકાનાં 14 જેટલાં ગામોમાં 25થી વધુ મકાનો ધરાશયી થયાં છે. અહીંની તાલુકા પંચાયતે સર્વે કરી મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને સુપરત કરેલા અહેવાલ મુજબ તાલુકાના મંડાલીમાં ઠાકોર સોમાજી મોતીજીના મકાનની દિવાલ ધસી પડી છે. જ્યારે અન્ય એક બીન રહેણાંક મકાન પાછળના ભાગેથી ધીસી પડ્યું છે. વઘવાડીમાં ઠાકોર બેચરજી પ્રધાનજીનું મકાન, નંદાલીમાં ચૌધરી મોહનભાઇ હરિભાઇનું મકાન ધસી પડેલ છે. તો વળી ગાજીપુરમાં ઠાકોર વેલાજી બબાજીનું મકાન ધરાશયી થતાં તેમનાં બે બાળકોને સામાન્ય ઇજાઓ થઇ હતી. બળાદમાં ચૌધરી અવચળભાઇ રાસંગભાઇનો કૂવો જમીનમાં ધસી ગયો છે. મીયાંસણામાં ઠાકોર માનસંગજી સુજાજીનું બીન રહેણાંક મકાન પણ પડી ગયેલ છે. ઉપરાંત મહેકુબપુરામાં ગ્રામ પંચાયતનો વરંડો તેમજ પ્રા. શાળાનો વરંડો ધરાશયી થયો છે. લુણવામાં એક મકાનની છત તુટી છે. ડાલીસણામાં રહેણાંકના એક મકાનની દિવાલ ધસી પડતાં લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે નાની હિરવાણીમાં એક મકાન તેમજ કૂવો ધસી પડ્યો હતો. ચાચરીયામાં પણ એક મકાન પડી ગયેલ છે. નોરતોલમાં કાચા,પાકા નવ મકાનો પડી ગયાં છે. તો વળી લીંબડીમાં રહેણાંકનું એક મકાન પડી ગયેલ છે. ભારે વરસાદમાં મકાનો ધરાશયી થતાં લોકોએ વળતરની માગણી કરી છે. જેમાં તા. વિકાસ અધિકારી કેશરભાઇ ઉપલાણાએ જણાવ્યું હતું કે, અંગે ડીડીઓને રીપોર્ટ કર્યો છે અને જો સહાય મંજુર થશે તો નુકશાનકર્તાને ચુકવાશે.

ગાજીપુરમાં મકાન ધરાશયી થતાં બે બાળકોને સામાન્ય ઇજાઓ થઇ