• Gujarati News
  • ભારે વરસાદ થતાં ર૪ કલાકમાં ધરોઇની સપાટીમાં પાંચ ફૂટનો વધારો

ભારે વરસાદ થતાં ર૪ કલાકમાં ધરોઇની સપાટીમાં પાંચ ફૂટનો વધારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાંથયેલા ભારે વરસાદને કારણે સતલાસણા તાલુકામાં આવેલા ધરોઇ ડેમની સપાટી ર૪ કલાકમાં પાંચ ફુટ વધી હોવાનું ધરોઇના સુત્રોએ જણાવ્યું હતું.

સુત્રોના જણાવ્યા મુજબ ધરોઇની સોમવાર સવારની જળ સપાટી પ૯૯.૪૦ ફુટ નોંધાયી હતી. જેમાં પાછલા ર૪ કલાક દરમિયાન ઉપરવાસમાં સારો એવો વરસાદ થતાં ડેમમાં ગઇ કાલ સાંજથી ૧,૬ર,૮૦૦ ક્યુસેક પાણીની આવક થતાં મંગળવારે ડેમની સપાટી વધીને ૬૦પ.૪૭ ફુટ નોંધાઇ હતી. તો વળી ધરોઇના સુત્રોએ જણાવ્યા મુજબ ડેમની સપાટી ૬૧૭ ફુટ થયા બાદ દરવાજા ખોલવામાં આવશે. એટલે કે હાલમાં ધરોઇ જળાશયમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવાના કોઇ અણસાર નથી. જ્યારે ધરોઇમાં છેલ્લા ર૪ કલાકનો વરસાદી આંકડો ૧૯૪ મીમી નોંધાયો હતો અને ધરોઇનો મોસમનો કુલ વરસાદ ૬૬૮ મીમી નોંધાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.