• Gujarati News
  • ખેરાલુના સાકરી ગામની એક સાથે બે યુવતીઓ ગુમ

ખેરાલુના સાકરી ગામની એક સાથે બે યુવતીઓ ગુમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુનાસાકરી ગામની બે યુવતીઓ એક સાથે ગુમ થતાં ગામમાં દોડધામ મચી ગઇ હતી.

ખેરાલુ તાલુકાના સાકરીમાં રહેતા મણીભાઇ ઉર્ફે બબાભાઇ ગણેશભાઇની દિકરી ગીતાબેન રાવળ (22) તેમજ દિનેશભાઇ છગનભાઇ રાવળની દિકરી ભાવનાબેન રાવળ (18) શુક્રવારે સવારે ઘરેથી ગામના પાદરે દીશાએ જવાનું કહીંને નીકળી હતી. જે બંને મોડી સાંજ સુધી ઘરે પરત ફરતાં મણીભાઇ રાવળે અત્રેના પોલીસ મથકે બંને ગુમ થયાની જાણવા જોગ નોંધાવી છે.