• Gujarati News
  • મહેકુબપુરા પાસે વાવાઝોડાથી ઝાડ પડતાં ડમ્પર પલટ્યું, જીપ અથડાઇ

મહેકુબપુરા પાસે વાવાઝોડાથી ઝાડ પડતાં ડમ્પર પલટ્યું, જીપ અથડાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુતાલુકાના મહેકુબપુરા નજીક ડમ્પર સાથે કાર અથડાતાં જીપચાલકને ઇજા થઇ હતી.

શનિવારે સાંજે ડમ્પર ચાલક મહેકુબપુરા પાટીયા પાસેથી પસાર થતો હતો. ત્યારે વાવાઝોડાને કારણે વૃક્ષ ધરાશયી થઇને ડમ્પર આગળ પડતાં ચાલક કૂદકો મારીને નીચે ઉતરી ગયો હતો. પરિણામે ચાલકનો આબાદ બચાવ થયો હતો પરંતુ ડમ્પર પલટી ખાઇ ગયું હતું. તેવામાં રાત્રે ત્યાંથી જીજે 2 બીપી 2382ની જીપ લઇ પસાર થઇ રહેલા ડભોડાના અબ્દુલભાઇ મહંમદભાઇ સીન્ધી સામેથી આવતા વાહનની હેડલાઇટથી અંજાઇ જતાં જીપ ડમ્પર સાથે ટકરાઇ જતાં જીપની બોડી ચેચીસ સાથે છુટી પડી ગઇ હતી. જેમાં ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે અહીંની સિવિલમાં લવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે વધુ સારવાર અર્થે મહેસાણા રીફર કર્યો હતો.

પલટી ખાઇ ગયેલા ડમ્પર સાથે જીપ અથડાતાં નુકસાન થયું હતું./ભાસ્કર