ખેરાલુ -સતલાસણામાં 9284 પદયાત્રીઓએ સારવાર લીધી

જિલ્લાઆરોગ્ય તંત્ર દ્વારા ખેરાલુ અને સતલાસણા તાલુકામાં 7 મેડીકલ કેમ્પ ખોલી પાંચ દિવસમાં 9284 પદયાત્રીઓને સારવાર...

DivyaBhaskar News Network | Updated - Sep 14, 2016, 08:15 AM
ખેરાલુ -સતલાસણામાં 9284 પદયાત્રીઓએ સારવાર લીધી
જિલ્લાઆરોગ્ય તંત્ર દ્વારા ખેરાલુ અને સતલાસણા તાલુકામાં 7 મેડીકલ કેમ્પ ખોલી પાંચ દિવસમાં 9284 પદયાત્રીઓને સારવાર આપી હોવાનું અહીંના બ્લોક હેલ્થ ઓફીસરે જણાવ્યું હતું.

અંબાજી જતા પદયાત્રીઓની સેવાર્થે મહેસાણા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ખેરાલુમાં સિવિલ હોસ્પિટલ આગળ, અર્બન હેલ્થ સેન્ટર ખાતે અને ડભોડા તથા અરઠી બસસ્ટેન્ડ ખાતે 4 મેડીકલ કેમ્પ ખુલ્લા મુક્યા હતા. જ્યારે સતલાસણામાં ભીમપુર ફાટક અને જીવનધારા હોસ્પિટલ આગળ તેમજ બેડસ્મા પાટીયા પાસે ત્રણ મળી 7 મેડીકલ કેમ્પ ખુલ્લા મુક્યા હતા. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારીની દેખરેખ હેઠળ સ્થાનિક બ્લોક હેલ્થ ઓફીસરે જુદી જુદી ટીમો બનાવી ગત શુક્રવારથી આજે મંગળવાર સુધીમાં સતલાસણામાં 3182 અને ખેરાલુમાં 6102 મળી કુલ 9284 પદયાત્રીઓને સારવાર આપી હતી. જોકે સારવાર દરમિયાન ગંભીર બિમારીનો કોઇ કિસ્સો સામે નહીં આવતાં આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

ખેરાલુ -સતલાસણામાં 9284 પદયાત્રીઓએ સારવાર લીધી
X
ખેરાલુ -સતલાસણામાં 9284 પદયાત્રીઓએ સારવાર લીધી
ખેરાલુ -સતલાસણામાં 9284 પદયાત્રીઓએ સારવાર લીધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App