• Gujarati News
  • સુદાસણામાં વીજ કરંટથી નીલગાયનું મોત થતાં હોબાળો

સુદાસણામાં વીજ કરંટથી નીલગાયનું મોત થતાં હોબાળો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતલાસણાતાલુકાના સુદાસણાની સીમમાં ખેડૂતે ખેતરની ફરતે મુકેલા વીજ કરંટને કારણે નીલગાયનું મોત નીપજતાં ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ખેડૂતે ખેતરનું ભેલાણ થતું અટકાવવા ખેતરની ફરતી વાડે જીવંત કરંટ મુકેલ હોઇ ગ્રામજનોમાં અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે.

ઘટના અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં ધરોઇના આરએફઓ વાય.એ. કુરેશી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂત દ્વારા જમીનમાં દફન કરી દેવાયેલી નીલગાયના શબને બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપ્યું હતું. મુદ્દે આરએફઓએ જણાવ્યું હતું કે સ્થળ ચકાસણી કરતાં વીજ કરંટ મુક્યો હોય તેવા કોઇ પુરાવા મળ્યા નથી. પરંતુ પીએમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે. બીજી તરફ પોતાના હિત માટે મૂગાં પશુઓને મોતને ઘાટ ઉતારવાની ઘટનાને પગલે ગામના જીવદયાપ્રેમીઓમાં રોષ પ્રસર્યો હતો.