ખેરાલુ પાલિકામાં તોડફોડ પથ્થરમારો : કાચ ફોડ્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેરાલુમાં રવિવારની મધરાતથી શરૂ થયેલા વાવાઝોડા સાથેના અતિભારે વરસાદને કારણે અહીંના કચેરી વિસ્તારમાં આવેલા પોલીસ મથકના બગીચાનું એક વૃક્ષ તુટીને બે દુકાનો પર પડતાં બંને દુકાનો કકડભુંસ થઇ ગઇ હતી અને વૃક્ષના કારણે કબાનીયા દરવાજા નજીકનો વીજપોલ ધરાશયી થતાં માર્ગ બંધ થઇ ગયો હતો. જોકે અંગે વારંવાર રજુઆત કરવા છતાં સતત ચાર દિવસ સુધી પાલિકા તંત્રએ આપતકાલીન સેવા આપવામાં વિલંબ કરતાં વિસ્તારના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પરિણામે રોષે ભરાયેલા કચેરી વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ગુરૂવારે રજુઆત કરવા પાલિકામાં પહોંચ્યા હતા. જોકે જાહેર માર્ગ પર પડેલું વૃક્ષ પોલીસ મથકનું હોવાનું તેમજ વીજ પોલ યુજીવીસીએલનો હોવાનું જણાવી અનુસંધાન8 પર

ખેરાલુપાલિકામાં

પાલિકાએ કાટમાળ ખસેડવા મુદ્દે હાથ ઊંચા કરી લેતાં રજુઆત કરવા આવેલા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમાં ઉશ્કેરાઇ ગયેલા કેટલાંક યુવાનોએ પત્થરમારો કરી પાલિકા ભવનની બારીઓના કાચ ફોડી નાંખતાં ભારે હોબાળો મચ્યો હતો. ત્યાર બાદ સફાળા જાગેલા પાલિકા તંત્રએ ટ્રેક્ટર મુકી તાબડતોબ જાહેર માર્ગ પર પડેલો વૃક્ષ અને વીજપોલનો કાટમાળ હટાવ્યો હતો.

25નાં ટોળા વિરૂધ્ધ ફરિયાદ

ઘટનામાંઇનચાર્જ મુખ્ય અધિકારી જયેશભાઇ પટેલની સુચનાથી પાલિકાના કર્મચારી નિતિનભાઇ પરમારે પાલિકા ભવનની જાહેર મિલકતને નુકશાન પહોંચાડનારા ખાટકી મહંમદતોફીક અયુબભાઇ, શેખ જહાંગીરભાઇ ઇબ્રાહીમભાઇ અને સૈયદ અબ્દુલકાદીર આબીદહુસેન વગેરે પચ્ચીસ જણાં વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...