તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દારૂ પીને ઉત્પાત મચાવતા મામાને સગા ભાણિયાએ પતાવી દીધા

સતલાસણાનાસુદાસણાની સીમમાંથી ઠાકોર યુવાનની લાશ મળી આવવાના કેસમાં મહેસાણા એલસીબી પોલીસે મૃતકના સગા ભાણિયાની ધરપકડ કરી છે. છેલ્લા એક સપ્તાહથી પોતાની બે સગી પુત્રીઅો અને પત્નીને મારવા બ્લેડ લઇને ફરતા મામાને ભાણિયાએ દારૂ પીવડાવીને હત્યા કર્યાનું ખુલ્યું છે.

પાટણ તાલુકાના દિયોદરડાનો પલાજી ઉર્ફે પ્રવિણજી માંધાજી ઠાકોરના લગ્ન ખેરાલુના ડાવોલમાં થયા હોઇ તે અવાર નવાર આવતો હતો. ગત શનિવારે સવારે સાસરિમાંથી ઘરે જવા નીકળેલા પલાજીની સુદાસણા સીમમાંથી લાશ મળી આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. કેસમાં એલસીબી પીઆઇ આર.એસ.પટેલે તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસમાં યોગ્ય સહકાર નહીં આપતા પરિવારજનો શંકામાં આવ્યા હતા. જેને આધારે પીએસઆઇ વાય.જે. રાઠોડ સહિત પોલીસે ગોઠવેલી વોચમાં પલાજીની હત્યા તેના સગા ભાણિયા લક્ષ્મણજી તખાજીએ કરી હોવાની બાતમી મળતાં તેની પૂછપરછ કરી હતી. જેમાં લક્ષ્મણજીએ પલાજી દારૂ પીને તેની બે પુત્રી અને પત્ની પર હુમલો કરવા દોડતો હોઇ કંટાળી ગયા હતા અને તક મળતાં તેની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. નોંધનીય છે કે, દારૂ પીને પરેશાની ઉભી કરનાર મામાની હત્યાનો ભાણિયાએ પ્લાન બનાવ્યો હતો અને ફોઇના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને દારૂ પીવડાવી સીમમાં તેની હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...