• Gujarati News
  • ઉણાદ ગામેથી સગીરાનું અપહરણ

ઉણાદ ગામેથી સગીરાનું અપહરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મામાના ઘરે ઉણાદ ગામે રહેતી સગીરાનું મહેસાણાનો યુવક અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.
મહેસાણાના ભમરીયા નાળા પાસે રહેતી સગીરાને ગંજ બજારની કેન્ટીનમાં નોકરી કરતો ઠાકોર પિન્ટુજી મોંઘજીજી પરેશાન કરતો હોઇ તે ૧૦ દિવસથી ખેરાલુ તાલુકાના ઉણાદમાં તેના મામાને ત્યાં રહેતી હતી. જે તેના મામાને ગામમાં જઇને આવું છું તેમ કહી નીકળ્યા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતાં તેના મામાએ શોધખોળ આદરી હતી. દરમિયાન મહેસાણામાં રહેતો બહુચરાજીના રામપુરા મરતોલીનો ઠાકોર પિન્ટુજી અપહરણ કરી લઇ ગયો હોવાની બાતમી મળતાં સગીરાની માતાએ આ યુવાન સામે અપહરણ અંગેની ફરિયાદ નોંધાવતાં ખેરાલુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.