તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • ખેરાલુ |પુરાતન કાળમાં જોવા મળતો સંધ્યાનો નજારો હવે કાંક્રિટના જંગલો

ખેરાલુ |પુરાતન કાળમાં જોવા મળતો સંધ્યાનો નજારો હવે કાંક્રિટના જંગલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ |પુરાતન કાળમાં જોવા મળતો સંધ્યાનો નજારો હવે કાંક્રિટના જંગલો સમાન શહેરોમાં ભાગ્યે જોવા મળે છે. ત્યારે ખેરાલુના લોક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુ મંદિર દ્વારા શિશુ વાટીકામાં અભ્યાસ કરતાં નાનાં ભુલકાં માટે સંધ્યા દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રધાનાચાર્ય સહિતે સંધ્યા સમયે શિશુ વાટીકા ભરી હતી અને વાલી સાથે હાજર રહેલાં ભુલકાંને શહેરના પાદરે ફેરવી સંધ્યા ટાણે ગામ ભણી આવી રહેલા ગાયોના ધણનાં, ખેતરોનાં તેમજ સૂર્યાસ્તના દર્શન કરાવ્યાં હતાં અને દરેક બાળકને તેની માતાના હાથે ભોજન કરાવી પુરાતન કાળની પ્રતિતિ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...