• Home
  • Uttar Gujarat
  • Mehsana District
  • Kheralu
  • ખેરવાની સ્કૂલમાં ગાંધી નિર્વાણ દિને 700 છાત્રો ચિત્ર સ્પર્ધામાં જોડાયા

ખેરવાની સ્કૂલમાં ગાંધી નિર્વાણ દિને 700 છાત્રો ચિત્ર સ્પર્ધામાં જોડાયા

સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ચિત્રસ્પર્ધા ખેરાલુનીગર્લ્સ હાઇસ્કૂલમાં ગાંધી...

DivyaBhaskar News Network | Updated - Feb 01, 2015, 05:45 AM
ખેરવાની સ્કૂલમાં ગાંધી નિર્વાણ દિને 700 છાત્રો ચિત્ર સ્પર્ધામાં જોડાયા
સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ચિત્રસ્પર્ધા

ખેરાલુનીગર્લ્સ હાઇસ્કૂલમાં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા

એલઆઈસી દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પ અને સફાઈ ઝુંબેશ

મહેસાણા |શહેરની એમએમવી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં શુક્રવારે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે વિદ્યાર્થીનીઓ અને એનએસએસ દ્વારા સાફ-સફાઈ અને શ્રમ યજ્ઞનું આયોજન કરાયું હતું. સમગ્ર શાળા પરિવારે પ્રસંગે સ્વચ્છ ભારતના યોગદાન માટે શપથ લીધા હતા. જેમાં શાળાના આચાર્ય અલકાબેન રાવ, શિક્ષિકા બહેનો, વાલીઓ વગેરે જોડાયા હતા.

ખેરાલુ |ખેરાલુની દી.બા. ઠક્કર ગર્લ્સ હાઇસ્કૂલમાં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. શાળાના પ્રિન્સિપાલ શાંતાબેન ચૌધરી અને નગરના જાણીતા નિવૃત્ત ચિત્ર શિક્ષક હેમરાજભાઇના નિરીક્ષણ તળે શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વચ્છતા આધારીત ચિત્રો દોરી ગાંધીજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

મહેસાણા |ભારતીય જીવન વીમા નિગમ મહેસાણા શાખા દ્વારા તાજેતરમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં પોલીસી હોલ્ડર, એજન્ટો તથા કર્મચારીઓ સહિત કુલ 60ના આરોગ્યની ચકાસણી કરાઈ હતી. જ્યારે શહેરના ટીબી રોડ પર કરાયેલા સફાઈ અભિયાનમાં શાખા મેનેજર મોહનસીંગ સહિત કર્મચારીઓ, પાલિકા પ્રમુખ રોહિતભાઈ પટેલ, નગર સેવિકા રેણુકાબેન ઠાકર સહિત હાજર રહ્યા હતા.

મહેસાણા |તાલુકાના ખેરવા સ્થિત જયકોરબાઈ વિદ્યામંદિરમાં શુક્રવારે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે વિશેષ આયોજન કરાયું હતું. બે મિનિટનું મૌન પાળ્યા બાદ 700 છાત્રોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો પણ અપાયા હતા. સ્પર્ધામાં લાયઝન ઓફિસર તરીકે જોટાણાના ના.મામલતદાર વિષ્ણુભાઈ પટેલ, વિટનેસ તરીકે મોહનભાઈ રબારી ઉપસ્થિીત રહ્યા હતા.

ખેરવાની સ્કૂલમાં ગાંધી નિર્વાણ દિને 700 છાત્રો ચિત્ર સ્પર્ધામાં જોડાયા
ખેરવાની સ્કૂલમાં ગાંધી નિર્વાણ દિને 700 છાત્રો ચિત્ર સ્પર્ધામાં જોડાયા
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App