તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોકરીથી છુટીને ATMની લાઇનમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાહિતી ભવન પાસેના એટીએમ સેન્ટરે સોમવારે સાંજે રૂા.બે હજાર ઉપાડવા કાર્ડ લઇને લાઇનમાં ઉભા રહેલા ખેરાલુના હીરાજી ઠાકોરે જણાવ્યુ હતું કે,સાંથલ ઓએનજીસીએ નોકરી કરુ છે.રોજ ખાનગીવાહનમાં ખેરાલુથી નીકળી મહેસાણા થઇને સાંથલ પહોચીએ અને રીતે સાંજે પરત ફરીએ.એવામાં નોકરીએ જતા સમયે મહેસાણામાં બે,ત્રણ એટીએમ તપાસ્યા પણ કેશ નહોતી.નોકરીએથી પરત ફરતા અહિના એટીએમ આગળ લાઇન દેખી અને ગાડીમાંથી ઉતરી લાઇનમાં લાગી ગયા.

જ્યારે એક યુવાને કહ્યુ કે, જેલરોડ એસબીઆઇ, હાઇવે એક્સીસના એટીએમમાં કેશ થઇ રહી એટલે બધે ફરીને અહિયા ચાલુ હોઇ લાઇનમાં આવી ગયા છીએ.ઘણા એટીએમમાં કેશ નથી.

અન્ય સમાચારો પણ છે...