તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરાલુ પાસેથી રૂ.1.10 લાખના વિદેશી દારૂ સાથે શખસ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુપોલીસે મંગળવારે પેટ્રોલિંગ દરમિયાન રૂા.1.10 લાખના દારૂ સાથે ચાણસ્માના સુણસરના શખસને ઝડપી લીધો હતો, જ્યારે બીજો ફરાર થઇ ગયો હતો. પોલીસ વિદેશી દારૂ તેમજ કાર સહિત રૂા.4.11 લાખનો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

ખેરાલુના ઇન્ચાર્જ પીએસઆઇ જે.એમ.ખાંટ,સંજયભાઇ સહિતના સ્ટાફ સાથે મંગળવારે સાંજે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સતલાસણા તરફથી આવતી એક સફેદ કલરની જીજે 02 બીપી 9373 નંબર કારને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની 978 બોટલ મળી આવી હતી. પોલીસે ચાણસ્મા તાલુકાના સુણસર ગામના ઝાલા લાલસિંહ રમેશજીને ઝડપી લીધો હતો, જ્યારે ઝાલા રમેશજી નશાજી તકનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. પોલીસે 1.10 લાખનો દારૂ તેમજ 3 લાખની કાર સહિત રૂા.4.11 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન દારૂ કોઠાસણા ગામના ચૌહાણ પિન્ટુસિંહ કિર્તીસિંહના ત્યાંથી લવાયો હોવાનું બહાર આવતાં પોલીસે તેને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...