તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિઠોડામાં પાડોશીએ ગંદકી બાબતે પતિ-પત્નીને ધિબેડ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ | તાલુકાનાવિઠોડામાં રહેતાં અનુબેન રામજીભાઇ ચૌધરી ગત 22મીની સવારે તેમના ઘરનું આંગણું વાળી કચરાનો ઢગલો કરતાં કેટલોક કચરો ઉડીને પાડોશમાં રહેતાં માણેકબેન ચૌધરીના ઘર આગળ જતાં મામલો ગરમાયો હતો. જેમાં માણેકબેને તમે અમારા ઘર આગળ ગંદકી ફેલાવો છો તેમ કહીં પરિવારજનો સાથે મળી અનુબેન અને તેમના પતિ રામજીભાઇ ચૌધરીને ગડદાપાટુનો માર મારતાં મામલે ઘટનાના પાંચ દિવસ બાદ ખેરાલુ પોલીસ મથકે માણેકબેન ચૌધરી અને તેમના પતિ ડુંગરભાઇ દલજીભાઇ ચૌધરી, પ્રેમજીભાઇ દલજીભાઇ ચૌધરી વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...